Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેરની વર્ષગાંઠ ના ઐતિહાસિક દિવસે “અમદાવાદનો ભોમિયો” તરીકેનું પ્રશસ્તિપત્ર મેયર દ્વારા આપવામાં આવ્યું…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ..તા. ૨૬-૨-૨૪

આજરોજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ શહેરની સ્થાપનાને ૬૧૩મી વર્ષગાંઠના ઐતિહાસિક દિવસે મેયરશ્રી દ્વારા અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ દ્વારા આયોજીત “અમદાવાદનો ભોમિયો” સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકો પૈકી આશિષ મહેતા, દિવ્યાંગ ભાવસાર અને દિનેશ ખત્રીને વિજેતા જાહેર કરીને “અમદાવાદનો ભોમિયો” તરીકેનું પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં લોકો શહેરમાં આવેલા હેરિટેજ સ્થળોની વિશે લોકો જાણે અને તેની મુલાકાત લે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં નાગરિકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે શહેરના હેરિટેજ સ્થળોના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના રહેતા હતા જે અંતર્ગત કૂલ ૧૫૭ પોસ્ટ અને ૨૦૭૨૮ લાઈક આવેલ હતી. આ પ્રસંગે માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન, ડે. મેયરશ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગ દાણી, શાસક પક્ષ નેતાશ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડકશ્રી શિતલબેન ડાગા, હેરીટેજ, રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટી ચેરમેનશ્રી જતીનભાઈ ત્રીવેદી, અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, સ્થાનિક ભાજપા નેતા શ્રી ભુષણભાઈ ભટ્ટ તથા અન્ય પદાધિકારીઓ તથા મહાનુભાવો હાજર રહેલા હતા.


અમદાવાદ શહેરની વર્ષગાંઠ ના ઐતિહાસિક દિવસે “અમદાવાદનો ભોમિયો” તરીકેનું પ્રશસ્તિપત્ર મેયર દ્વારા આપવામાં આવ્યું…