Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ 2024ની નવી કારોબારીની રચના સર્કિટ હાઉસ ખાતે હાથ ધરાઈ..

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

પત્રકાર એકતા પરિષદની રચના એટલા માટે કરવામાં આવી છે કે પત્રકારોના હિતની વાત સરકાર સુધી પહોંચે અને તે માટે આપણે સૌ સતત પ્રયત્નશીલ રહી, આપણી રજૂઆતોનો આવાજ એક સાથે સરકાર સમક્ષ રજૂ કરી. સરકાર પત્રકારોના હિતનો અવાજ સાંભળી સારા નિર્ણય ઉપર આવે તેવા પ્રયત્નો કરવા માટે આ સંગઠનની રચના હાથ ધરવામાં આવી છે. જે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં કાર્યરત રહી, ખુબજ સુંદર કામગીરી કરી રહ્યું છે.

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ 2023 ની જુની કારોબારીને બરખાસ્ત કરી. વર્ષ 2024 ની નવી કારોબારીની રચના કરવા માટે જુના સર્કિટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે તા. ૨૦-૦૨-૨૦૨૪ ના રોજ એક મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં પ્રમુખશ્રી દ્વારા સંગઠનના પ્રભારી, ઉપપ્રમુખો, કો-ઓર્ડીનેટર, મહામંત્રી, મંત્રી, કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યો અને મહિલા વિંગના સભ્યોની નિમણુક કરવામાં આવી હતી..

પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રી દ્વારા પ્રભારી તરીકે જીતેન્દ્રસિંહ ઝાલા, પી.જી. બાપુ, કોર્ડીનેટર નરેન્દ્ર ભાઈ યાદવ, દિનેશભાઈ ગુપ્તા અને ભૂમિતભાઈ પંચાલ. ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ શામરીયા, કમલેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ અને કમલભાઈ પંડ્યા. મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, બિલાલભાઈ લુહાર, ચિરાગભાઈ શાહ, રીન્કુ ભાઈ સોની અને જીતેશભાઈ વાળા. મંત્રી જયમેષભાઈ પંચાલ, રવિભાઈ બાકોલા, વિવેકભાઈ પારેખ, રાજેશભાઈ સિધ્ધપુરા અને કિરીટભાઈ રાઠોડ તેમજ કારોબારી સભ્યશ્રીઓ, મહિલા સેલ પ્રમુખ પાર્વતીબેન શર્મા, સલાહકાર સમિતિના વસંતભાઈ બ્રહ્મભટ્ટ ને લીગલ સેલ ની નિમણૂક કરવામાં આવી હતી.

પત્રકારોની આ મિટિંગમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી, સદગત આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલી અર્પી, પત્રકારોના પરિચય પછી, પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલી ઉપર પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ આવેલ તમામ કારોબારી સભ્યશ્રીઓનું પુષ્પ ગુચ્છ થી સૌને સન્માનિત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વગતવિધી પૂર્ણ થયા પછી પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા એસટી વિભાગમાં પત્રકારોને મુસાફરી દરમ્યાન તકલીફ ના પડે તે માટે ઓનલાઇન બુકિંગ ની સગવડ કરાવડાવી અને રેલ્વે માં કોરોના પછી રેલ્વે માં મુસાફરી દરમ્યાન સરકાર માન્ય પત્રકારોને જે કંસેશન મળતું હતું તે બંધ કરી દીધેલ તે બાબતે આર.એમ.ઓ. વિભાગમાં આવેદન પત્ર આપી રજૂઆત કરેલ હતી, અને પત્રકાર મિત્રોને ૫૫ ટકા રાહતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તે બાબતની વિસ્તૃત માં ચર્ચા કરી હતી.

ત્યારબાદ પત્રકારોની સમસ્યા વિશે ચર્ચા કરી. કાર્યક્રમના અંતે ચા નાસ્તો કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આમ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રીતે સૌ સંગઠિત રહી, પત્રકારોના અવાજને બુલંદ કરવામાં સૌ મિત્રો સહભાગી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ 2024ની નવી કારોબારીની રચના સર્કિટ હાઉસ ખાતે હાથ ધરાઈ..