Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દેશી વિદેશી દારૂની બદીથી યુવાધન બરબાદીના પંથે ! જાગૃત નાગરિકો

જન સમૃદ્ધિ ન્યૂઝ. તા. ૨૧-૦૨-૨૦૨૪

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હાટડીઓથી સ્થાનિક પ્રજા શરમ અનુભવી રહી છે. યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યો છે, તેમ છતાં જવાબદાર અધિકારીઓને મલાઈમાં રસ હોવાથી.. આવી કાર્યરત અસામાજિક બદીઓએ આખા માધુપુરા વિસ્તારને ગંદકીમય બનાવી દીધો હોવાનું જાણવા મળેલ છે.

મળેલી માહિતી મુજબ જીનિંગ મિલમાં, પ્રેમ દરવાજા ખાતે ઇંગ્લિશ દારૂનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું હોવાની અને બીજું કાળકાની વાડી, લીલામણી કોમ્પલેક્ષની પાસે, દિલ્હી દરવાજા ખાતે પણ ઇંગલિશ દારૂનું વેચાણ થતું હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને માહિતી મળવા પામેલ છે ! આ સિવાય દેશી દારૂની અનેક હાટડીઓ અને ઇંગલિશ દારૂની હોમ ડિલિવરી કાર્યરત હોવાનું પણ જાણવા મળેલ છે.

જ્યારે સવાલ એ થાય છે કે જાગૃત નાગરિકોને જો આ બદીઓની ખબર હોય ? તો પોલીસને શું ખબર નહીં હોય ? અને જો ખબર છે ! તો કયા કારણોથી કાર્યવાહી હાથ ધરાતી નથી ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.

કહેવાય છે કે માધુપુરા ની સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય ! તો પીસીબી વિભાગ દ્વારા રેડ કરવામાં આવે અને કાયમી ધોરણે આ બદી દૂર કરવામાં આવે. તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દેશી વિદેશી દારૂની બદીથી યુવાધન બરબાદીના પંથે ! જાગૃત નાગરિકો