Fri. Apr 17th, 2026
    Views 2859

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર સાહેબના પ્રમુખપદની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સરદાર સાહેબના સ્થળોને સાંકળતી અ.મ્યુ.કો. કચેરીથી લોકમાન્ય ટિળક બાગ સુધીની સરદાર પટેલ હેરિટેજ વોક, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે “સરદારનું અમદાવાદ; અમદાવાદના સરદાર” વિષય પર વ્યાખ્યાન અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલ સ્થાનો/સ્મારકોને સાંકળતી સરદાર સ્મૃતિયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ સરદાર સાહેબ સાથે સંકળાયેલા સ્થાનોને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા.

    આજના તા. ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના આ ઐતિહાસિક દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ બન્યાને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરીક એવા પ્રતિભાબેન જૈને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ હાર પહેરાવીને તેમના કાર્યોને યાદ કરીને તેઓને સ્મરાંજલી અર્પણ કરી હતી.

    આ પ્રસંગે માન. મેયર શ્રી પ્રતિભાબેન જૈન , ડે. મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષ નેતાશ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડકશ્રી શિતલબેન ડાગા, હેરીટેજ, રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટી ચેરમેનશ્રી જયેશભાઈ ત્રીવેદી, અ.મ્યુ.કો.ની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને ડે.ચેરમેનશ્રીઓ, અ.મ્યુ.કોના કાઉન્સિલરશ્રીઓ હાજર રહ્યા હતા.

    શહેરીજનો અને હેરિટેજ રસીકોએ પણ આ પ્રસંગે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *