Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ગુજરાતના મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરતા પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા

જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

ગુજરાત બજેટમાં પત્રકારો માટે સરકારે રહેમ કરી…

ગુજરાત સરકારના બજેટ સત્ર દરમિયાન પત્રકારો માટે થોડી લાગણી વરસી છે અને કુદરતી મૃત્યુમાં પત્રકારને મળતી 1 લાખ ની સહાય હતી તેમાં વધારો કરી બમણી કરી છે એટલે કે 2 લાખ કરવામાં આવી છે..

જ્યારે અકસ્માત મૃત્યુના કિસ્સામાં સરકાર માન્ય કાર્ડ ધારક પત્રકારને 5 લાખની સહાય હતી, તે પણ બમણી કરીને 10 લાખ કરવામાં આવી છે..

પત્રકાર એકતા પરિષદ ની 14 માગણીઓ પૈકી 10 લાખના વીમા કવચની માંગણી છે, ત્યારે માત્ર બે લાખ વીમા કવચ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 24 થી 60 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે..

આખરે પત્રકારો સંગઠિત થઈ વારે વારે કાર્યક્રમો યોજી રહ્યા છે, આઇ.બી. ના રિપોર્ટ પણ સરકાર સમક્ષ રજૂ થતા હોય છે, પત્રકાર એકતા પરિષદ દ્વારા પાંચ બેઠકો પત્રકારોના પ્રશ્નો માટે ટેબલ ટોક કરી, ઉકેલ લાવવા થઈ ચૂકી છે, ત્યારે જાહેરાતમાં વધારો જોવા મળ્યો છે, એસ.ટી કોમન કરવામાં આવી છે, ઓન લાઇન બુકિંગ પત્રકારો માટે સુવિધા શરૂ કરી અને બુકિંગ ફી નાબૂદ કરી છે, તેમજ રેલ્વે કંશેશન કોરોના સમયે બંધ કરવામાં આવ્યું હતું તે અંગે સંગઠનની રજૂઆતના કારણે 55% કનશેશન જાહેર કરવામાં આવ્યું છે..

તેમજ ગુજરાત સરકારના બજેટમાં કુદરતી મૃત્યુ તેમજ અકસ્માત મૃત્યુ ની સહાય બમણી કરવાના નિર્ણયને પત્રકાર એકતા પરિષદ આવકારે છે, અને હજુ અમારી માંગ મુજબની જોગવાઇ કરવા અમારી રજૂઆત ઉભી છે…

— લાભુભાઈ કાત્રોડીયા


ગુજરાતના મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરતા પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા