જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
મધ્ય ઝોનના સો.વે.મે. વિભાગમાં તા.૨૨/૦૧/૨૪ થી તા.૨૮/૦૧/૨૦૨૪ સુધી માર્ગો ઉપર ગંદકી, ન્યુસન્સ કરતા એકમો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ કરનારાઓને ૫૩૭ નોટીસો આપી. કુલ રૂપિયા ૨,૯૬,૯૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ, સાથે સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને સંગ્રહ બદલ ૨૮૮ નોટિસ આપી રૂ. ૧,૪૧,૯૦૦/- વહીવટી ચાર્જ પણ વસૂલ કરેલ છે અને ૪૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ. જે ખુંબજ સારી કામગીરી કરેલ હોવાનું માની શકાય..
પરંતુ કાલુપુર શાક માર્કેટ કે જ્યાં જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝ ને માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સ્થળ રિયાલિટી ચેક કરતા… જોવા મળ્યું કે કાલુપુર શાક માર્કેટમાં કોઈપણ જાતના ડર વિના ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી પ્લાસ્ટિકના ઝાભલાનો ખુલ્લેઆમ ઉપિયોગ થતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે આપ નિહાળી રહ્યા છો.
કાલુપુર શાક માર્કેટમાં ખુલ્લેઆમ થઈ રહેલ કાયદાના ભંગ બાબતે જો જાગૃત નાગરિકોને સમજ હોય, તો જવાબદાર અધિકારીઓને ખબર નહિ હોય તે કેવી રીતે માની શકાય…?
કહેવાય છે કે કાલુપુર શાક માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અંગે…અને કાયદાનો અમલ ન કરવા બાબતે અને ચેકીંગ નહિ કરવા બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાથી જવાબદાર વોર્ડ અને ઝોન લેવલે કાયદાનો અમલ અધિકારી/કર્મચારીઓ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી કાલુપુર શાક માર્કેટમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવા વેચાણને તાકીદે અટકાવી, જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાય તેવી જાગૃત પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે..
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..