Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

કાલુપુર શાકમાર્કેટમાં ૨૦ માઇક્રોનથી ઓછી ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિકના ઝભલા નો ગેરકાયદેસર થતો ઉપયોગ ! છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં..!

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સપનાને મધ્ય ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રગદોળી રહ્યા હોવાનો અહેસાસ જાગૃત સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.

કાલુપુર શાક માર્કેટમાં શાકના વેપારીઓ દ્વારા 20 માઇક્રોનથી ઓછી ક્ષમતા વાળા પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કાયદાના ભય વિના, બિન્દાસ રીતે ઉપયોગ કરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ હતી.

જેથી આ અંગે કાલુપુર શાકમાર્કેટમાં પ્લાસ્ટિકના ઝભલાનો ગે.કા. ઉપયોગ કાયમી ધોરણે બંધ થાય અને કાયદાનો કડક અમલ કરવામાં આવે તે માટે જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિરલભાઈ ચૌધરીની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરેલ હતી.

ત્યારબાદ ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું કે અમારા વિભાગ દ્વારા કાલુપુર શાકમાર્કેટમાં વારંવાર રેડ કરવામાં આવે છે અને વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવે છે. તેમ છતાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ ના થાય તો અમે શું કરીએ ? આ અંગે પ્રજાએ પણ સમજવું જોઈએ કે પ્લાસ્ટિકના ઝભલામાં શાક ન લેવું જોઈએ ?

અમદાવાદ શહેરની પ્રજાએ પણ કાયદાનો અમલ કરી, તંત્રને સહકાર આપવો જોઈએ. પરંતુ સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા કાયદાનો કડક અમલ ના થાય અને જો પ્રજાએ જ આવું વિચારવાનું હોય તો તંત્રની જવાબદારી શું ? ઝોનના એચઓડી થઈને જો તટસ્થ કાર્યવાહી કરાવી શકતા ના હોય ! તો વોર્ડના અધિકારીઓ કેવા પ્રકારની કામગીરી કરતા હશે ! તે વિચારવા લાયક પ્રશ્ન હોવાનું જાગૃત પ્રજા જણાવી રહી છે.

મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કાયદાનો કડક અમલ કરવામાં નિષ્ફળ થઈ રહ્યા હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે ! ત્યારે વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરી કાલુપુર શાકમાર્કેટમાં કાયદાનો કડક અમલ કરાવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

કાલુપુર શાકમાર્કેટમાં પ્લાસ્ટિકના ઝભલા નો જે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે તેની વિસ્તૃત ફોટોગ્રાફી સાથેનો વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


કાલુપુર શાકમાર્કેટમાં ૨૦ માઇક્રોનથી ઓછી ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિકના ઝભલા નો ગેરકાયદેસર થતો ઉપયોગ ! છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં..!