Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે નાઈટ ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ ૨૭ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી-૨૦ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને રહેવા માટે, ભોજન માટે તેમજ અમદાવાદ દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટનું દર વર્ષે અલગ અલગ મહાનગરપાલિકાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ સહિત આઠ મહાનગર પાલિકાઓ જેવી કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગરની મેયર તથા કમિશનરની ટીમો ભાગ લેનાર છે.

આ ટુર્નામેન્ટમાં મેયર તથા કમિશનરની કુલ ૧૬ ટીમો ભાગ લેનાર છે. ટુર્નામેન્ટ દરમિયાન મેયર તથા કમિશનરની સાત સાત કુલ ૧૪ મેચ રમવાના છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા તેમજ ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમવાના છે.

ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અન્ય મહાનગરપાલિકાના મહાનુભાવો તથા ક્રિકેટ ટીમો હાજરી આપશે. ટુર્નામેન્ટમાં રમાનારા મેયર તથા કમિશનરની ટીમોની ફાઇનલ મેચમાં ચેમ્પિયન રનર્સ અપ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટમેન, બેસ્ટ બોલર તેમજ દરેક મેચ પૂર્ણ થયા બાદ મેન ઓફ ધ મેચ જેવી ટ્રોફી તેમજ તમામ ટીમોના ખેલાડીઓને પ્રમાણપત્ર, મેડલ તેમજ ગિફ્ટ આપવામાં આવશે.


ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે નાઈટ ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન…