
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અ.મ્યુ.કો.નાં મધ્યઝોનના ખાડિયા વોર્ડ-૧માં ગાંધીરોડ ખાતે હિરાપ્રભુ કોમ્પલેક્ષ ના ધાબા ઉપર ગે.કા. દુકાનોના બાધકામ બાબતે વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યે ની બેદરકારી બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરી, ઉચ અધિકારીઓની શોભાના ગાઠિયા સમાન કાર્ય પધ્ધતીનો પડદાફાશ કરેલ હતો. ત્યાં આજે બીજી હકીકત સામે આવી છે.

કોઈ પણ પૂર્વમંજૂરી વગર રાજકીય બિલ્ડર દ્વારા સીટી સર્વે નં.૧૫૦૪ (ગામતળ કાલુપુર-૨), મહાદેવવાળો ખાંચો, એન.સી. બોડીવાલા કોલેજની ગલીમાં, ટંકશાળ, કાલુપુર, મ્યુ. વૉર્ડ ખાડીયા-૧ વાળી મિલકતમાં ગેરકાયદેસર બાંધકામ કરી સદર મિલકત ત્રાહિત વ્યક્તિને બારોબાર વેચી સદર મિલકતનો બિનઅધિકૃત રીતે વપરાશ ચાલુ કરેલ હોવાની…અને
સીટી સર્વે નં.૧૫૬૦ (ગામતળ કાલુપુર-૨), શ્રી અર્બુદા ફેશન હાઉસ, કંસારાનો ખાંચો, ટંકશાળ રોડ, કાલુપુર, મ્યુ. વૉર્ડ ખાડીયા-૧ વાળી મિલકતમાં એકત્રીકરણ કરી ગેરકાયદેસર મસમોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે..તો…

તાકીદે સદર બંને મિલકતોને સીલ કરી, પોલીસ મદદ મેળવી, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અને બિન અધિકૃત એકત્રિકરણ કરી, કાયદાનો ખુલ્લે આમ ભંગ કરેલ હોવાથી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
ડ્રેનેજ લાઈનમાં ડી-સિલ્ટિંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ થવા છતાં ફક્ત નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર અધિકારી…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…