વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
જન સમૃદ્ધિ ન્યૂઝ – તા. ૧૨-૦૧-૨૦૨૪
અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનોની મીટીંગ ભગવાન પરશુરામના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી
ઉપરોક્ત મિટિંગમાં સંસ્થાના મહામંત્રી ગીરીશ ત્રિવેદી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવે ને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી જેને સંસ્થાના અધ્યક્ષ ભરતભાઈ રાવલ અને મહામંત્રી ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.ઉપસ્થિત સર્વ ટ્રસ્ટી મંડળ તેમજ આમંત્રિત સભ્યો દ્વારા હર નિયુક્તિને વધાવી લેવામાં આવી હતી.
ઉપરોક્ત સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા સમગ્ર ગુજરાત ભરના ભૂદેવ પ્રેમીઓ દ્વારા અભિનંદન ની ઝડી વરસી હતી.
ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિત દવે દ્વારા આગળની કાર્યવાહી સાંભળવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં યોજાનાર સમાજના કાર્યક્રમો અને સંમેલનો બાબતે અગત્યના નિર્ણયો ઉપરોક્ત મિટિંગમાં લેવામાં આવ્યા હતા.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..