Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મધ્ય ઝોનના હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકાને કારણે..!નાડાવાળી પોળના નાકે આવેલ હેરિટેજ ઇમારતના માલિક દ્વારા કંપ્લિશન સર્ટી મેળવેલ ન હોવા છતાં વપરાશ ચાલુ !

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે હેરિટેજ ઇમારતમાં રીપેરીંગ / રીસ્ટોરેશનની મંજૂરી મેળવેલ હતી. આ હેરિટેજ ઈમારતમાં કાયદાનો ભંગ કરી પરિપૂર્ણ કરવામાં આવેલ છે. પરિપૂર્ણ કર્યા પછી ઇમારતના માલિક દ્વારા કમ્પ્લીસન સર્ટી કે બી.યું. પરમિશન મેળવ્યા વિના મિલકતનો વપરાશ ચાલુ કરેલ હોવાથી આ મિલકતને સિલ કરવા માટે હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવર્તી ને વારંવાર રજૂઆતો કરવા છતાં કાયદાનો અમલ કરતાં ન હતા !

તેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર – ખાડિયાને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનને તારીખ ૨૦-૯-૨૦૨૩ ના રોજ આ ઈમારત વિરુદ્ધ કાયદાનો અમલ કરવા માટે ફરિયાદો કરેલ હતી. તેમ છતાં જવાબદાર હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદાનો અમલ ના કરાતા, જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી અધિકાર ના કાયદાનો ઉપયોગ કરવાની ફરજ પડેલ હતી.

જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા નાડાવાળી પોળના નાકે પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારત કે જેનો હાલમાં વપરાશ ચાલુ છે તે ઇમારતના માલિક દ્વારા મેળવેલ કમ્પ્લીસન સર્ટી અથવા તો બી.યું. પરમિશનની નકલ માંગેલ હતી. તેના જવાબમાં જાહેર માહિતી અધિકારીએ જણાવેલ કે આ માહિતી રેકર્ડ ઉપર ઉપલબ્ધ નથી. એનો મતલબ કે આ રીપેરીંગ કરેલ હેરિટેજ ઇમારતના માલિક દ્વારા કાયદાનો ભંગ કરી આ ઈમારતનો વપરાશ ચાલુ કરેલ છે.

મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગમાં જવાબદાર અધિકારીઓ સારી રીતે જાણે છે કે નાડાવાળી પોડના નાકે આવેલ હેરિટેજ ઇમારતમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરતોનો ભંગ કરી ગેરકાયદેસર વપરાશ ચાલુ કરેલ છે. તેમ છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મુકેશભાઈ પટેલ અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ ઈમારતને સીલ મારી, કાયદાનો અમલ કરતા નથી. તે જાણવા છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ હાથ પર હાથ ધરી બેસી રહે તો સમજવું શું ?

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં કાર્યરત ગેરકાયદેસર બાંધકામોમાં અને મંજૂરીના ઓથા હેઠળ શરતો તેમજ કાયદાનો ભંગ કરી, કાર્યરત બાધકામોની સાચી હકીકત જાણવા માટે જાગૃત નાગરિકો આરટીઆઇના કાયદાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા આરટીઆઇના ગોળ-ગોળ અને ગેરમાર્ગે દોરનારા તેમજ ખોટા અર્થઘટનો કરી, ઉડાઉ જવાબો આપી પોતાની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકાને છુપાવતા હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે.

સામાન્ય વહીવટ વિભાગના તારીખ ૫-૯-૨૦૧૨ ના પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળની અરજીઓ/અપીલો પરત્વે સંબંધિત જાહેર માહિતી અધિકારીઓ/અપીલ સત્તાધિકારીઓએ પાઠવવાના થતા જવાબ / હુકમોમાં તેમના નામ, સરનામા, ટેલીફોન નંબરનો ઉલ્લેખ કરવો. તેમ છતાં ખાડિયા વોર્ડના જાહેર માહિતી અધિકારી અને હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવતી જવાબમાં જણાવે છે કે સંપર્ક નંબર વ્યક્તિગત માહિતી હોઈ આપી શકાય તેમ નથી. તેવો ગેરવ્યાજબી જવાબ આપી, આરટીઆઇ ના કાયદાનો અને સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે.

ખેર મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી કાર્યરત ભ્રષ્ટાચાર બાબતે મ્યુનિસિપલ કમિશનરથી લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર સારી રીતે વાકેફ છે અને સાથે સાથે ગેરકાયદેસર બાંધકામોને જવાબદાર અધિકારીઓ રક્ષણ પણ આપી રહ્યા છે તે બાબતની પણ જાણકારી છે..

ખેર જે હોય તે નાડાવાળી પોળના નાકે શરત ભંગ કરી, હાલમાં ગે.કા. વપરાશ ચાલુ કરેલ મસમોટી હેરિટેજ ઇમારતને તાકીદે સીલ મારવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તો જ આ અધિકારીઓ કાયદાનો અમલ કરશે ! માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ ઇમારતમાં કાયદાનો અમલ કરાવી, તાકીદે સીલ મરાવી, મિલકતનો વપરાશ બંધ કરાવે, તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


મધ્ય ઝોનના હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકાને કારણે..!નાડાવાળી પોળના નાકે આવેલ હેરિટેજ ઇમારતના માલિક દ્વારા કંપ્લિશન સર્ટી મેળવેલ ન હોવા છતાં વપરાશ ચાલુ !