Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરામાં બુટલેગરો પૂરજોશમાં ! વહીવટદાર મોજમાં ! જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૮-૧૨-૨૩, વિષ્ણુ પ્રજાપતિ

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ વિવેક નામના વહીવટદારની મૌખિક મંજૂરીથી કાર્યરત હોવાની ચર્ચા માધુપુરામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

માધુપુરા વિસ્તારમાં ઠાકોરવાસ, મોર છાપ ફેક્ટરી સામે, ધોબીઘાટ અને કાલુપુર શાકમાર્કેટ ખાતે દેશી દારૂની હાટડીઓ કાર્યરત હોવાની માહિતી મળેલ છે. આ દેશી દારૂના સેવનથી યુવાધન બરબાદીના પંથે તો જઈ રહ્યું છે, સાથે સાથે નશાના રવાડે પણ ચડી રહ્યું છે.

કહેવાય છે કે આ વહીવટદાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનાર બુટલેગરો પાસેથી દરરોજ હપ્તા રૂપી રકમ એટલા માટે લઈ રહ્યા છે કે ગમે ત્યારે આ અસામાજિક બદીઓ બંધ કરાવવા માટેનો આદેશ આવે ! તેવા શુભ આશયે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે શું વ્યવસ્થિત કાયદાનો ભંગ કરી રહ્યા હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે.

ત્યારે માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ આ કહેવાતા વહીવટદારની તપાસ હાથ ધરી ! માધુપુરામાં ચાલતી દેશી દારૂની હાટડીઓને કાયમી ધોરણે બંધ કરાવે, તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


માધુપુરામાં બુટલેગરો પૂરજોશમાં ! વહીવટદાર મોજમાં ! જાગૃત નાગરિકો…