

જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યુઝ
તા. ૨૧-૧૨-૨૦૨૩
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
જન સમૃદ્ધિ ન્યુઝ ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગમાં દક્ષિણી સોસાયટી ગલી નંબર-૧ની બાજુમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ ત્યારથી તંત્રના જવાબદાર અધિકારીઓ આ ગેરકાયદેસર બાંધકામથી વાકેફ હતા. તેમ છતાં ફક્ત ને ફક્ત કાગળની કાર્યવાહી હાથ ધરી. આ ગેરકાયદેસર બાંધકામને પરિપૂર્ણ કરાવી તેનો વપરાશ હાલમાં કાર્યરત હોવાની તસ્વીર આપ નિહાળી રહ્યા છો.
કહેવાય છે કે આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં ડિમોલેશન ના કરી, કાયદાનો અમલ ના કરવા માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી મ્યુનિસિપલ કમિશનરના આદેશોને પણ જવાબદાર અધિકારીઓ ઘોળી ને પી ગયા હોવાની ચર્ચા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
આ ગેરકાયદેસર બાંધકામની શરૂઆત ક્યારે થઈ ? ક્યારે પરિપૂર્ણ થયું ? કાયદાની કલમ 260 મુજબ કેટલી નોટિસો આપવામાં આવેલ છે ?ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત મેળવવા કેટલી અરજીઓ કરવામાં આવી છે ? આ તમામ હકીકતોની અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લઈ, માહિતી મેળવી આગામી વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
ડ્રેનેજ લાઈનમાં ડી-સિલ્ટિંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ થવા છતાં ફક્ત નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર અધિકારી…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…