Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

એસટી-વોલ્વોમા gsrtc.in website પર એક્રેડિટેડ પત્રકારોને એડવાન્સ ટિકિટ બુકિંગની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ

પત્રકાર એકતા પરિષદ અમદાવાદની કાર્યરત ટીમની રજુઆતને મળી સફળતા

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૯-૧૨-૨૦૨૩

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા ગત 23-મે-2023 ના રોજ જી.એસ.આર.ટી.સી. ના સચિવશ્રીને પત્રકાર એકતા પરિષદના લેટરપેડ પર એક્રીડીટેશન કાર્ડધારક પત્રકારોને એસટી તેમજ વોલ્વો બસમા એડવાન્સ ટિકિટ બુકિંગ કરવા માટેની વ્યવસ્થા ન હોવાને કારણે તકલીફ પડતી હોવાની રજૂઆતોને ધ્યાને લઈ… પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખશ્રી હસમુખ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ પટેલ, મંત્રીશ્રી ભૂમિત પંચાલ દ્વારા રજૂઆતો કરેલ. આ વારંવારની રજુઆતોને ધ્યાને લઇ તારીખ 18-12-2023 ના રોજ એસ.ટી નિગમ દ્વારા માન્ય રાખી. આ વ્યવસ્થાને વેબસાઇટ ઉપર કંડારી હોવાથી હવે એક્રીડિટેશન કાર્ડ ધરાવતા દરેક પ્રેસ મીડિયાના મિત્રો gsrtc.in website ઉપર તેઓની સીટ એડવાન્સમા બુક કરાવી મુસાફરી કરી શક્શે. તેમજ ટુંક સમયમા મોબાઈલથી પણ આ સુવિધા ઉપલબધ થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

ઉપરોક્ત પ્રક્રિયામાં માહિતી ખાતું તેમજ એસટી નિગમ વિભાગ દ્વારા બેઠકો કરી પત્રકારોના હિતની સમસ્યાનો ઉકેલ લાવવા બદલ પત્રકાર મિત્રો માહિતી ખાતાનો અને એસ. ટી. નિગમ નો ખૂબ ખૂબ આભાર માને છે સાથે સાથે અધિકારીઓના સતત સંપર્કમાં રહી પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખશ્રી દ્વારા એક્રેડિટેડ પત્રકારોને આ સુવિધા મળી રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા અને આખરે પત્રકાર એકતા પરિષદ અમદાવાદની રજૂઆત થકી પત્રકારોના આ પ્રશ્નમાં સફળતા મળી છે તે બદલ પણ તેઓનો જન સમૃદ્ધિ ન્યૂઝ પરિવાર ખૂબ આભાર વ્યક્ત કરે છે…


એસટી-વોલ્વોમા gsrtc.in website પર એક્રેડિટેડ પત્રકારોને એડવાન્સ ટિકિટ બુકિંગની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ