
જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ…
તા. ૧૮-૧૨-૨૦૨૩
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા ને કારણે નાકોડા ચેઈન વાળુ ગેરકાયદે બિલ્ડિંગ કે જે ધનપીપળી ની ખડકી, મદન ગોપાલ હવેલી, બાલા હનુમાન મંદિર પાસે પરિપૂર્ણ થઈ વપરાશ ચાલુ કરેલ હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ છે.
આ ગે.કા. બિલ્ડિંગ ને ફક્ત નોટિસો આપી તેને નહિ તોડવા માટે લાખો રૂપિયાનો વહીવટ થયો હોવાથી, વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તેને તોડવાની મંજુરી મેળવવા માં આવતી ન હોવાનું તેમજ પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાની રજૂઆતો કરી આ મસ મોટા ગે.કા. બાધકામને આડકતરી રીતે પ્રોટેક્શન આપી રહ્યા હોવાની ચર્ચા ખાડિયામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
ખાડિયા વોર્ડમાં મસ મોટા ગે.કા. બાધકામોને રક્ષણ આપવા માટે કઈ મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવે છે તેની અંદર ખાને તપાસ હાથ ધરાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહી..!
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
ડ્રેનેજ લાઈનમાં ડી-સિલ્ટિંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ થવા છતાં ફક્ત નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર અધિકારી…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…