જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ- તા. ૧૬-૧૨-૨૩
અમદાવાદ મહાનગર પાલિકાના ખાડિયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં અસંખ્ય કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો થવાથી અને વધુમાં જવાબદાર તંત્ર એસ્ટેટ અને પોલીસ વિભાગની ભ્રષ્ટાચારિક નીતિના કારણે કાયદાનો અમલ ના થતા ! પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. આ ગેરકાયદેસર બાંધકામોને અટકાવવા અને દૂર કરવા માટે અનેક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કાયદાનો યોગ્ય અમલ થતો ન હોવાને કારણે જાગૃત નાગરિકોને મીડિયાનો સહારો લેવાની ફરજ પડેલ હતી.
જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા બહેરા અને મુગા તંત્ર સમક્ષ વારંવાર અહેવાલરૂપી રજૂઆતો કરાતા તારીખ ૧૬-૧૨-૨૩ ના રોજ મકાન નંબર 129 ના ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ ખાડિયા-૨ વોર્ડમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ યોગ્ય કાયદાનો અમલ થતો ન હતો ! જે ઘણા સમય પછી આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ! ત્યારે હજુ ઘાંચીની પોળમાં નીતિ નિયમો વિરુદ્ધના અનેક ગેરકાયદેસર કોમર્શિયલ એકમો અડીખમ ઊભા હોવાનું ચર્ચા રહ્યું છે.
ખાડીયા ના માણેકચોક વિસ્તારમાંથી જાગૃત નાગરિકો દ્વારા વર્ષ 2012 માં હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. તે સંદર્ભે તારીખ ૨૧-૫-૨૦૧૩ના રોજ હાઇકોર્ટ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા હતા. તેથી ખાડિયામાં અમુક ઇમારતોને સીલ મારવામાં આવી હતી, અમુક ઇમારતોના માલિકો દ્વારા ટી ગડરની નીતિ અન્વયે રીપેરીંગની મંજૂરી માટે કેસ રજૂ થયેલ હતા. તે સમયે વર્ષ 2013 માં મધ્ય ઝોનના ડીવાયએમસી એમ. થેન્નારસન કાર્યભાર સંભાળતા હતા. ત્યારે તેઓએ નાયબ સચિવશ્રીને પત્ર પાઠવી જણાવેલ કે આ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટનો જે ચુકાદો આવશે તે મુજબ કાર્યવાહી કરવાની થશે અને જે બાંધકામોને 260 ની કલમ અનુસાર પગલાં લેવામાં આવ્યા છે તેવા બિનપરવાનગીના બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખશે તેવુ જાણવા મળેલ છે.
કહેવાય છે કે આ પીઆઈએલ થયા પછી હાઇકોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપવાથી તંત્ર દ્વારા અનેક ઇમારતોને સીલ મારવામાં આવેલ હતી અને કાયદેસર બાંધકામ કરેલ છે તે બાબતના આધાર પુરાવાઓ રજૂ કરવા માટે નોટીસો પણ આપેલ હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તંત્ર દ્વારા જે સીલો મારેલ હતા તે દુકાનના માલિકો દ્વારા સેટિંગ કરી કરીને સીલો ખોલી કાઢ્યા હોવાની માહિતી મળેલ અને જાગૃત નાગરિકોનો જુસ્સો પણ ઠરીને ઠામ થઈ ગયો હોવાની ચર્ચા ખાડિયા વોર્ડમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે.
વર્ષ 2013 માં મધ્ય ઝોનના ડીવાયએમસી એમ. થેન્નારસન હતા ત્યારે તેઓ દ્વારા ખાડિયામાં કડક હાથે કાર્યવાહી હાથ ધરાવી હતી અને હવે આજે તો તેઓ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે ત્યારે ખાડિયા વોર્ડના ઘાંચીની પોળ અને ગુસા પારેખની પોળના ગેરકાયદેસર કોમર્શિયલ એકમો વિરુદ્ધ લાલ આંખ કરે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ખાડિયા વિસ્તારમાં ઘાંચીની પોળ અને ગુસા પારેખની પોળમાં હાઇકોર્ટના આદેશ પછી તંત્ર દ્વારા કઈ કઈ ઇમારતોને સીલ મારેલ હતા તે તમામ ઇમારતોના મકાન નંબર અને સીટી સર્વે નંબરો સાથેનો અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ