Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ગુજરાત રાજ્યના ધારાસભ્યો, એમ.એલ.એ., આઇ.એસ. અને આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓની આવક અને મિલકત બાબતે એ.સી.બી. ની તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા..

બોટાદ વિધાન સભાના ધારા સભ્ય ઉમેશભાઈ મકવાણા એ તેમના એક વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાની સાથે તેઓએ તા. ૦૮-૧૨-૨૩ ના રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતાની ઉપર આવક અને સંપત્તિ બાબતે એ.સી.બી.ની તપાસ મૂકવા લેખિત રજૂઆત કરેલ છે.

સાથે સાથે જણાવેલ કે ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો અને ગુજરાત રાજ્યના તમામ આઇ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ ઉપર પણ આવક અને સંપત્તિ બાબતે એ.સી.બી. દ્વારા તપાસ કરવામાં આવે જેનો અહેવાલ ઓન લાઇન ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર મુકવામાં આવે. જેથી ગુજરાતની જનતાને આ ધારાસભ્ય, સાંસદ સભ્યો અને અધિકારીઓની આવક અને સંપત્તિ બાબતે જાણકારી થઈ શકે…

આમ આ રીતે આ તમામની તપાસ કરાવી તેનો અહેવાલ ઓન લાઇન મૂકવા રજૂઆત કરી હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતો જોવા મળી રહ્યો છે…

ત્યારે જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે ખરેખર મસમોટા ભ્રષ્ટાચારીઓ તો રાજકીય નેતાઓ અને ઉચ અધિકારીઓ જ છે ! ખરે ખર જો એ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરાય તો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહી..!

હવે એ જોવાનું રહ્યું કે આ પત્ર બાબતે મુખ્યમંત્રી એ.સી.બી. ને તપાસ હાથ ધરવા ક્યારે અને કેવા પ્રકારનો નિર્ણય હાથ ધરે છે ! તે જોવાનું રહ્યું..!


ગુજરાત રાજ્યના ધારાસભ્યો, એમ.એલ.એ., આઇ.એસ. અને આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓની આવક અને મિલકત બાબતે એ.સી.બી. ની તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા..