Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં બી.પી.એમ.સી એક્ટ નહિ પણ સેટિંગ એક્ટ અમલમાં..! જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ..
તા. ૦૬-૧૨-૨૦૨૩
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોનમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો શરૂ અને પરિપૂર્ણ થઈ.. કાયદાનો ભંગ થઈ રહ્યો છે. જે બાબતે ઝોનના ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના ડીવાયએમસી અને મ્યુનિસિપલ કમિશનર પણ આ હકીકતથી વાકેફ છે, તેમ છતાં એક પણ કર્મચારી અધિકારીનો વાળ પણ વાંકો થતો નથી ! માટેજ હાલમાં ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થઈ રહ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

મ્યુ. કમિશ્નર દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાના પાવર આસી. મ્યુ. કમિશનરોને આપ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ખાડિયા વોર્ડના અધિકારી, કર્મચારીઓ કોઈપણ જાતના ડર વિના જે કાયદાનો ભંગ કરી રહ્યા છે ! તે અધિકારીઓ અને બાધકામો વિરુદ્ધ ખાડિયા વોર્ડના આસી.મ્યું.કમિશનર કાર્યવાહી કરે છે કે કેમ ? તે જોવું રહ્યું….

જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી અધિકારીઓનું ધ્યાન દોરેલ છે કે ખાડિયા ૧ વોર્ડ માં (૧) બેરિંગ માર્કેટ, પાંચકુવા ખાતે મસમોટા ગે.કા. બાધકામને અટકાવવા માટે અનેક રજૂઆતો અને ફરિયાદો થયેલ છે, તેવીજ રીતે (૨) વસંત સિલેકશન, રતનપોળમાં રીપેરીંગની મંજુરીના ઓથા હેઠળ મકાન જમીન દોસ્ત કરી કાયદાનો ભંગ કરી રહ્યા હોવા બાબતે રજૂઆતો થયેલ છે તેમ છતાં કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.

તેવીજ રીતે ખાડિયા-૨ વોર્ડમાં ઘાચીની પોળ માં (૧) મકાન નં. ૮૨, સી.સ. ૧૧૦-૧૧૧ (૨) મકાન નં. ૮૯, સી.સ. નં. ૧૨૫, (૩) મકાન નં. ૧૩૮. સી.સ. ૨૦૮ (૪) મકાન. નં. ૧૩૪. સી.સ. ૧૯૯-૨૦૦ (૫) મોચીની ખડકી પાસે, ખાડિયામાં મોટાભાગના બાધકામો માં સીલ મારેલ હતા.. ડીમોલેશન કરેલ હતા.. અને આ ગે.કા. બાધકામો અગાઉ રહેણાંક હતા અને તે રહેણાંક મકાનોનો હાલમાં કોમર્શિયલ વપરાશ ચાલુ થઈ ગયો હોવાની રજૂઆતો પણ કરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામી છે.

ખાડિયા વોર્ડમાં જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો જાગૃત નાગરિકોને ખોટા કેસોમાં ફસાવી દેવાની રાજકીય બિલ્ડરો દ્વારા પેરવી રચી ફસાવી દેવાનું તરકટ રચવામાં આવતું હોવાનું પણ જાણવા મળેલ છે.

કહેવાય છે કે ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોમાં જવાબદાર અધિકારીઓ.. સ્થાનિક પોલીસ સ્ટેશન અને રાજકીય બિલ્ડરોની મજબૂત સાઠગાંઠથી, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી, કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતા હોવા છતાં જવાબદાર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર નજર અંદાજ કરી રહ્યા હોય ત્યારે ઝોનના ડીવાયએમસી મુકપ્રેક્ષની ભૂમિકા ભજવતા નજરે પડી રહ્યા હોય તે ખુબજ શરમ જનક ઘટના ગણી શકાય.. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાલ આંખ કરી.. ખાડિયા ૧ અને ૨ વોર્ડના તમામ ગેરકાયદેસર બાંધકામોને તાકીદે સીલ મારી.. બાંધકામ અટકાવી તેને ડિમોલેશનના ભાગરૂપે નેસ્ત નાબૂદ કરવાના આદેશ આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

હવે એ જોવાનું રહ્યું કે આ ખાડિયા ૧ અને ૨ વોર્ડના કાર્યરત ગેરકાયદેસર બાંધકામો સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં બી.પી.એમ.સી એક્ટ નહિ પણ સેટિંગ એક્ટ અમલમાં..! જાગૃત નાગરિકો…