Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની છત્રછાયામાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!

ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર…. અમદાવાદ મ્યું. કમિશનરના સર્ક્યુલરનો અમલ કરી, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ ખાતાકીય પગલા ભરે તેવી માંગ…!

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૫-૧૨-૨૦૨૩

અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં જવાબદાર અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામોને બનતા પહેલા અટકાવતા નથી અને બની ગયા પછી તેને ગેરકાયદેસર કરવાની યોજનાઓ બનાવવા અંગે હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરી હતી.

હાઈકોર્ટે જણાવેલ કે અમદાવાદની પોળો નું શું મહત્વ છે તે પોળોના રહીશો જ જાણે છે ! રહેઠાણ અને હેરિટેજ મહત્વ ધરાવતી પોળોનો તમે વિનાશ ન કરી શકો. તમે ટ્રાફિક અને ગીચતા બાબતની કોઈ વિચારણા કરી છે ખરી ? તે બાબતે પણ ખખડવ્યા હતા…

તેમ છતાં ખાડીયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં રહેણાંકનો વિસ્તાર નામશેષ થઈ જવા આવ્યો છે !ગેરકાયદેસર બાંધકામો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને જવાબદાર અધિકારી એવા વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હાથ પર હાથ ધરી બેસી રહ્યા હોય એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

કહેવાય છે કે અગાઉ જવાબદાર ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા બિલ્ડર સાથે ગેરકાયદેસર બાંધકામને નહીં તોડવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી ! આવા સેટિંગ વાળા ઘાંચીની પોળના ગેરકાયદેસર બાંધકામોને હાલના જવાબદાર અધિકારીઓ કાયદાનો અમલ કરતા ન હોવાની પણ ચોકાવનારી માહિતી મળવા પામેલ છે.

ખાડિયા વિસ્તારમાં (૧) મકાન નંબર 138 ઘાંચીની પોળ (૨) મકાન નંબર 134 ઘાંચીની પોળ (૩) મકાન નંબર 125 ઘાંચીની પોળ (૪) મકાન નંબર 80 ઘાંચીની પોળ (૫) મકાન નંબર 82 ઘાંચીની પોળ (૬) નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર (૭) મોચીની ખડકી પાસે અને (૮) આભૂષણ કોમ્પ્લેક્સ ખાતે ગેરકાયદેસર બાંધકામો શરૂ થઈ… પરિપૂર્ણ થવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરો કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.

ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોની કોમર્શિયલ પ્રવૃત્તિના કારણે પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાથી રોડ ઉપર પાર્કિંગ થવાને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. તંત્રમાં જાગૃત નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી કાયદાનો અમલ કરતા ન હોવા છતાં વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કયા કારણોથી ખાતાકીય કાર્યવાહી હાથ ધરતા નથી ! તેની તપાસના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની છત્રછાયામાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!