જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૦૪-૧૨-૨૦૨૩, અમદાવાદ… અમદાવાદ શહેરમાં પ્રજાને કોઈપણ જાતની તકલીફ ના પડે તેવા શુભ આશયે કાર્યરત અસામાજિક બદીઓ અને ટ્રાફિકની સર્જાતી ગંભીર સમસ્યા ને તાકીદે હલ કરવા બાબતે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક હાથે કામગીરી કરવાના આદેશ આપવામાં આવેલા છે.
અમદાવાદ શહેરના પ્રેમ દરવાજાથી દરિયાપુર દરવાજા તરફ જવાના મેઇન રોડ ઉપર દુકાનોના માલિકો દ્વારા વાહનો રૂપી સ્કૂટરો, બાઈકો અને રિક્ષાઓનું ગેરકાયદેસર પાર્કિંગ કરવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ છે.
આ જાહેર રોડ ઉપરના દબાણો દૂર કરવા માટે જાગૃત નાગરિક દ્વારા તંત્રમાં ફરિયાદો કરી, તંત્રનું ધ્યાન દોરતા પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી, આવા વાહનોને રોડ ઉપર ન મૂકે તે માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
કહેવાય છે કે આ કાર્યવાહી એક નાટકીય કાર્યવાહી હતી. ! કારણ કે જાગૃત નાગરિકો દ્વારા સતત ફરિયાદો કરવાથી તંત્ર દોડતું થયું હતું અને કાર્યવાહી કરી હતી. પરંતુ આ નાટકીય કાર્યવાહી પાછળ તંત્ર દ્વારા આ દુકાનોના માલિકો સાથે ગોઠવણ કરી દીધેલ હોવાની ચર્ચા ચકડોળે ચડી હતી ! તેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સ્થળ રિયાલિટી ચેક કરાતા આજની તારીખે પણ આ જાહેર રોડ ઉપર વાહન રૂપી દબાણો આપ આ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો ! ત્યારે શું સમજવું ?
પ્રેમ દરવાજા થી દરિયાપુર દરવાજા તરફના જાહેર રોડ ઉપરના વાહન રૂપી દબાણો દરરોજ કોના આશીર્વાદથી થઈ રહ્યા છે ? ફરિયાદો કરવા છતાં શા માટે આ કાયમી દબાણો દૂર થતા નથી ?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અને ટ્રાફિક ડીસીપી આ જાહેર રોડ ઉપરના વાહનો રૂપી દબાણો કાયમી દૂર કરવાના આદેશ આપે… સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાના પણ આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!