જન સમૃદ્ધિ ન્યૂઝ..અમદાવાદ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ના થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અને હાઇકોર્ટ દ્વારા વારંવાર દિશા નિર્દેશો કરેલા છે. ગેરકાયદેસર બાંધકામોને શરૂઆતથી ડામી દેવાના મ્યુનિસિપલ કમિશનરે આદેશો જારી કરેલા છે અને વોર્ડ ઇસ્પેક્ટર દ્વારા સવારે પોતાના વોર્ડમાં મુલાકાત લઈ ગેરકાયદેસર બાંધકામ ના થાય તેની ચકાસણી કરવાના પણ વોર્ડ ઇન્સ્પેક્ટરને આદેશ આપેલા છે.
તેમ છતાં મધ્ય ઝોનના દરિયાપુર વોર્ડમાં આકાશ એજન્સીની બાજુમાં, બગીચા વાળી ચાલી સામે, બારડોલપુરા ખાતે ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવ્યા વિના કાર્યરત હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને માહિતી મળતા.. જનસમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૪-૧૨-૨૩ ના રોજ સ્થળ રિયાલિટી ચેક કરાતા.. ત્યાં બાંધકામ કાર્યરત હોવાનું જાણવા મળેલ, જાગૃત નાગરિકો દ્વારા આ જે બાંધકામ ચાલી રહ્યું છે તે બાંધકામ ગે.કા. હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
ત્યારે સવાલ એ થાય છે કે દરિયાપુર વોર્ડમાં જો આ ગેરકાયદેસર બાંધકામ કાર્યરત હોય તો વોર્ડ ઇન્સ્પેક્ટરને શા માટે નથી દેખાતું ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે..!
બારડોલપુરા ખાતે કાર્યરત ગેરકાયદેસર બાંધકામમાં રાજકીય નેતાના આશીર્વાદ છે ? કે બીજા અન્યના ? તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ