Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યુઝ-અમદાવાદ
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૩૦-૧૧-૨૦૨૩

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૨૮-૧૧-૨૩ ના અહેવાલમાં માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરરોજનો હપ્તો ઉઘરાવી ! અસામાજિક બદીઓ ચલાવનાર કોણ છે આ ઈસમો ? તપાસ જરૂરી.. એ શીર્ષક હેઠળ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને માધુપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી. આ બદીઓ કાયમી ધોરણે બંધ કરાવે તે બાબતે સતેજ કર્યા હતા..

માધુપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ તપાસ કરે તે પહેલા જન સમૃદ્ધિ ન્યુઝને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ચોકાવનારી માહિતી મળવા પામેલ છે.

માધુપુરા વિસ્તારના ઠાકોરવાસમાં મહાજનના દવાખાના પાસે મનોજ, હસુ, કમલેશ, ભોપલો, કિશોર, ભુરીયો, વિનોદ અને ઝાલા નામના બુટલેગરો દ્વારા ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ કાર્યરત હોવાનું જાણવા મળેલ છે, અને આ હાટડીઓને ચાલુ રાખવા તેમજ ગુનો દાખલ નહીં કરવા માટે પેટા વહીવટદાર પટણી દ્વારા દરરોજ હપ્તારૂપી રકમ ઉઘરાવવામાં આવતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ કમિશનર દ્વારા અસામાજિક બદીઓને સદંતર બંધ કરવા માટે પી.સી.બી.ને કડક આદેશ આપેલા છે, તેમ છતાં અમદાવાદ શહેરમાં મોટાભાગની કાયમી ગુનાહિત જગ્યાઓ ઉપર લિસ્ટેડ બુટલેગરો અંદરખાને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાનો ગણ ગણાટ સંભળાઈ રહ્યો છે.

ત્યારે અમદાવાદ શહેરમાં કાર્યરત અસામાજિક બદીઓને પીસીબી દ્વારા રેડ કરી, અંદર ખાને ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરાવે, તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર બીજી અન્ય જગ્યાઓ ઉપર કાર્યરત અસામાજિક બદીઓ ચલાવનાર બુટલેગરોની નામાવલી સાથે છણાવટ અને ” કોણ છે મેઈન વહીવટદાર ? ” તેની કાર્યપદ્ધતિ નો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…