જન સમૃદ્ધિ ન્યૂઝ.. અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
મ્યુનિસિપલ કમિશનરના ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ…છતાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મૂકપ્રેક્ષની ભૂમિકામાં..!
અમદાવાદ મહાનગર પાલિકામાં ઉચ્ચ અધિકારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી અને રાજકીય નેતાઓની જીહજૂરીને કારણે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ગેરકાયદેસર બાંધકામોમાં રાજકીય ઈસમો કાર્યરત હોવાથી જવાબદાર અધિકારીઓ કાયદાનો યોગ્ય અમલ કરાવી શકતા ન હોવાની હકીકત સામે આવી છે.
દક્ષિણે ઝોનના એસ્ટેટ વિભાગના બહેરામપુરા પૂર્વ વોર્ડમાં નબી નગર વિભાગ ઈ, હિમાલયા બેકરી રોડ, બેરલ માર્કેટ ખાતે રેસીડેન્સી સ્કીમ પ્રકારની સાતમાળની ગેરકાયદેસર ઇમારત સ્થાનિક નેતાની ભાગીદારીથી પરિપૂર્ણ થઈ હતી. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધ કરાતા દક્ષિણ ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર ઇમારતનું ડિમોલેશન કરવાના આદેશ આપ્યા હતા.
પરંતુ આ મસ મોટી રેસીડેન્સી સ્કીમ પ્રકારની ગેરકાયદેસર ઇમારતમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી ! આ ઇમારતમાં એવી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું કે હાલમાં આ ઈમારતમાં ગેરકાયદેસર રીપેરીંગ કામ કાર્યરત હોવાની માહિતી મળેલ.
કહેવાય છે કે આ મસ્ત મોટી ગેરકાયદેસર ઈમારતને જમીન દોસ્ત ના કરવાને કારણે આ ગે.કા. ઇમારતમાં નાટકીય રીતે પાડેલા ગાબડા… બિલ્ડર દ્વારા ફરીથી પૂર્ણ કરી… આખી સ્કીમ ઉભી કરી રહ્યા છે જે ખરેખર ભયજનક કામગીરી કરતા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝ ને માહિતી મળતા, દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ ટીડીઓ અને વોર્ડ ઇન્સ્પેક્ટરને જનસમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા રૂબરૂ મુલાકાત લઇ માહિતગાર કર્યા હતા.
તેમ છતાં આ જવાબદાર અધિકારીઓ કયા કારણોથી આ મસ મોટી ગેરકાયદેસર રેસીડેન્સી સ્કીમને જમીન દોસ્ત નથી કરી રહ્યા ? તેનો લેખિતમાં ખુલાસો દક્ષિણ ઝોનના ડીવાયએમસી દ્વારા લેવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
બહેરામપુરા (પૂર્વ) વોર્ડ ઇન્સ્પેક્ટર ની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા..!
બહેરામપુરા પૂર્વમાં બેરલ માર્કેટ, ખજુરી રોડ, આર.એમ પાર્લર ની લાઈનમાં કાર્યરત ગેરકાયદેસર ઇમારતમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે માટે આ ઈમારતને ડિમોલેશન કરવામાં આવતી ન હોવાનું જાણવા મળેલ છે !
બહેરામપુરામાં મસમોટી ગેરકાયદેસર સ્કીમ પ્રકારની ઇમારતો ઊભી કરનાર કોણ છે આ બિલ્ડર ? તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!