જન સમૃદ્ધિ ન્યૂઝ.વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૨૮-૧૧-૨૩
અમદાવાદ મહાનગર પાલિકામાં હેલ્થ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી અને ઝોનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સફાઈની કામગીરી સોંપવા બાબતે નિયમો અને શરતોમાં છટકબારીઓ રાખી અથવા તો વર્ક ઓર્ડરોમાં જણાવેલ શરતોનો ભંગ થતો હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાને કારણે તેમજ કોન્ટ્રાક્ટર થી લઈને નીચેથી ઉપર સુધીની ભ્રષ્ટાચારની સાંકળ કાર્યરત હોવાને કારણે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આયોજનબદ્ધ થતો હોય તેવા આધાર પુરાવા જનસમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગમાં સફાઈના કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા જ્યારે બિલ રજૂ કરવામાં આવે છે તેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી થયેલ હોવાના સર્ટિફિકેટ આપે છે તેમાં તારીખ અને કામદારની સંખ્યા જ દર્શાવેલ હોય છે કામદારોના નામ દર્શાવેલ હોતા નથી.
કહેવાય છે કે તારીખ અને ફક્ત સંખ્યા દર્શાવેલ કામદારોની હાજરી પત્રકો રાખવાને કારણે અમુક જગ્યાએ ભૂતિયા કામદારો દર્શાવી, બીલો મંજૂર કરાવી કોર્પોરેશનના કરોડો રૂપિયા ઘર ભેગા થતા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ બાબતે ખરાઈ કરવા માટે વોર્ડના જવાબદાર અધિકારી પાસે ટેલીફોનિક જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા પૂછવામાં આવ્યું કે હાલમાં કઈ એજન્સી કામગીરી કરી રહી છે ? કોણ સફાઈ કરે છે ? કેટલા સફાઈ કામદારો હાજર છે ? આ તમામ હકીકતનો જવાબ જવાબદાર અધિકારી પાસે ન હતો અને જણાવેલ કે આ બધી માહિતી ઝોનલ ઓફિસેથી મળી રહેશે તેઓ જવાબ આપી તેવો વ્યસ્ત હોવાનું જણાવી.. માહિતી આપેલ ન હતી.
જવાબદાર અધિકારીની રજૂઆત ઉપરથી જણાઈ આવે છે કે ભ્રષ્ટાચારનું રીમોટ શું ઝોનલ ઓફિસરના હાથમાં છે ? કોન્ટ્રાક્ટર અને ઝોનલ ઓફિસરની સાઠગાંઠથી પ્રજાના કરોડો રૂપિયાનો વ્યય થાય છે તેમ છતાં જવાબદાર રાજકીય નેતાઓ અને ડી.વાય.એમ.સી. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ શા માટે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા નથી ? જવાબદારો સામે કયા કારણોથી કાર્યવાહી થતી નથી ? આ તમામ હકીકતોની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ