Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરરોજનો હપ્તો ઉઘરાવી.. અસામાજિક બદીઓ ચલાવનાર કોણ છે આ ઈસમ ? તપાસ જરૂરી !જાગૃત નાગરિકો..

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૨૮-૧૧-૨૩

અમદાવાદ શહેર વિસ્તારમાં અસામાજિક બદીઓને સદંતર બંધ કરવાના આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે, તેમ છતાં અમુક પોલીસ સ્ટેશનની હદમાં અંદરખાને અસામાજિક બદીઓ કાર્યરત હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોર વાસ, દિલ્હી દરવાજા, કોલાબાના છાપરા, કાલુપુર શાકમાર્કેટ અને ધોબીઘાટ ખાતે દેશી દારૂ તથા સટ્ટાકીય પ્રવૃત્તિઓને અંદરખાને ચાલુ રાખવા માટે એક ઈસમ દ્વારા દરરોજના હજારો રૂપિયા હપ્તારૂપી ઉઘરાણું કરી. આવી અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળવા પામેલ છે.

દરરોજના હજારો રૂપિયા ઉઘરાવનાર કોણ છે આ ઈસમ ? ડિસ્ટાફનો માણસ છે કે પછી અન્ય ઈસમ ? આ ઈસમ દરરોજના હજારો રૂપિયાનું ઉઘરાણું ઉઘરાવી કયા અધિકારીને આપી રહ્યો છે ! તેની તપાસ માધુપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

માધુપુરા વિસ્તારમાં છાને છુપે અસામાજિક બદીઓ ચલાવનાર બુટલેગરોની નામાવલી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…

વધુમાં અમદાવાદ શહેરના નારોલ, કાલુપુર, ગોમતીપુર અને સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં અંદરખાને કાર્યરત અસામાજિક બદીઓની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરરોજનો હપ્તો ઉઘરાવી.. અસામાજિક બદીઓ ચલાવનાર કોણ છે આ ઈસમ ? તપાસ જરૂરી !જાગૃત નાગરિકો..