Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં જુગારધામ ઝડપતા એસ.એમ.સી. પીએસઆઈ એચ.એચ.જાડેજા…

જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૨૬-૧૧-૨૩

સારંગપુર બ્રિજ પાસે ચાલતા જુગારધામમાં પોલીસે કુલ રૂ.૪,૪૪,૯૮૦ લાખનો મુદ્દમાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી..

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરની કડક કાર્યવાહી કરવાના આદેશને પણ કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઘોળીને પી જતા તેઓની ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવી છે.

કાલુપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતું, ત્યારે બાતમીના આધારે સારંગપુર બ્રિજ પાસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને ૮ આરોપીને જુગાર રમતાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સાજીદખાન પઠાણ, મૃંગાંક વાળા, મોહમદ આસિફ અંસારી, સાજીદખાન પઠાણ, સોયેબ મન્સૂરી, સોયેબ શેખ, સોહેલ અંસારી, પરીન દલાલની ધરપકડ કરી હતી.

સારંગપુર બ્રિજ પાસેના મસમોટા જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પછી કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા મસમોટા જુગારધામને આશીર્વાદ આપતા સ્થાનિક જવાબદાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ રાજ્યના DGP એક્શન લે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..


કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં જુગારધામ ઝડપતા એસ.એમ.સી. પીએસઆઈ એચ.એચ.જાડેજા…