

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૫-૧૧-૨૩
જનસમૃદ્ધિ ન્યુઝ દ્વારા લાલ ગેબી સર્કલ થી હીરાપુર ચોકડી જવાના ભક્તિપથ માર્ગ પર ફાયર અને પોલીસ વિભાગની એનઓસી મેળવ્યા વિના તેમજ ફાયરની ગાઈડલાઈન મુજબ આગ લાગે તો તે આગ બુજાવવા માટેના જે સાધનો રાખવા જોઈએ તે સાધનો રાખ્યા વિના ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ભ્રષ્ટાચાર આચરી શરૂ થઈ ગયા હોવાથી આ કાર્યરત ગેરકાયદેસર સ્ટોલોને તાકીદે બંધ કરાવવા માટે અહેવાલોક પ્રસિદ્ધ કરી જવાબદાર તંત્રનું ધ્યાન દોરેલ છે.

તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ અને પોલીસ વિભાગમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને આ ગે.કા. ફટાકડાના સ્ટોલો વિરુદ્ધ કાયદાનો અમલ કરાવવા માટે જરાય રસ ન હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

આ ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલો દીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના નામે અમુક તત્વો હજારો રૂપિયાનું ઉઘરાણું કરી રહ્યા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ કાયદાનો અમલ ના કરે તો સમજવું શું ?

કહેવાય છે કે આ ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલો ચાલુ રાખવા માટે જે હપ્તારૂપી ભ્રષ્ટાચાર ભક્તિપથ માર્ગ ઉપર આચરવામાં આવી રહ્યો છે ! તેવી જ રીતે આખા અમદાવાદ માંથી ભ્રષ્ટાચારરૂપી ઉઘરાણું અમુક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના નામે કાર્યરત આ ભ્રષ્ટાચારના ખપ્પરમાં જો કોઈ જાનહાનિ થશે ! તો આ માટે જવાબદાર કોણ ? આખરે મરવાનું તો નિર્દોષ પ્રજાને જ છે !

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા નિર્દોષ પ્રજાના રક્ષણ માટે અમદાવાદ શહેરમાં કાર્યરત નિયમ વિરુદ્ધ ના ફટાકડાના સ્ટોલો/દુકાનો સામે કાયદાનો કડક અમલ કરવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલો/ દુકાનોમાં ઉઘરાણું કરતા તત્વો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
ડ્રેનેજ લાઈનમાં ડી-સિલ્ટિંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ થવા છતાં ફક્ત નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર અધિકારી…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…