

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૪-૧૧-૨૦૨૩
અમદાવાદ શહેરમાં ફટાકડાની દુકાનોમાં આગની ઘટના ન બને તેવી સાવધાની સાથે બચાવના સાધનો જેવા કે સ્પ્રીન્ક્લર, ફાયર એક્સ્ટીગ્યુશર રાખવા ફરજિયાત હોવા છતાં મોટા ભાગની ફટાકડાની દુકાનોમાં આગની ઘટના બને તો તેના બચાવના સાધનો રાખતા ન હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અગાઉ લાલગેબી સર્કલથી હીરાપુર ચોકડી જવાના જાહેર રોડ ઉપર ગેરકાયદેસર તંબુઓ તાણી ફટાકડાનું વેચાણ કરી આમ પ્રજાના જોખમ સામે ખીલવાડ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

આ અહેવાલ પછી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના દબાણ ખાતામાં જાહેર રોડ ઉપરના તંબુવો રૂપે થયેલ દબાણો દૂર કરવા બાબતે રજૂઆત કરેલ હતી. અહેવાલમાં જણાવેલ કે પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવેલ ન હોવાથી તેની ચકાસણી હાથ ધરી.. જો તેમાં ગેરરીતી જણાઈ આવે તો તાકીદે આ તંબુઓને દૂર કરી કાયદાનો અમલ કરાવવા બાબતે જણાવેલ હતું.

જન સમૃદ્ધિ ન્યુઝને બીજી ચોકાવનારી એ હકીકત જાણવા મળેલ કે આ તંબુઓના માલિકોએ ફાયર વિભાગ દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ આગની ઘટના ન બને તેથી સાવધાની માટે બચાવના સાધનો જેવા કે સ્પ્રીન્ક્લર, ફાયર એક્સ્ટીગ્યુશર રાખેલ નથી ? પોલીસ એનઓસી લીધેલ નથી ? ફાયર એનઓસી લીધેલ નથી ? મોટાભાગના ફટાકડાના તંબુઓમાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાની માહિતી મળેલ છે.

લાલ ગેબી સર્કલ થી હીરાપુર ચોકડી જવાના જાહેર રોડ ઉપર જે ફટાકડાના વેચાણના ગેરકાયદેસર તંબુઓ બાંધેલા છે તે કોના આશીર્વાદથી બંધાયા છે ? જવાબદાર તંત્રમાં ક્યાં ક્યાં અને કેટ કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ? ભ્રષ્ટાચાર આચરવાની લાયમાં પ્રજાના જાનમાલને શા માટે નુકસાન પહોંચાડી રહ્યા છે..? પોલીસ એનઓસી, ફાયર એનઓસી, ફાયરના સાધનો ન હોવા છતાં શા માટે કાયદાનો અમલ થતો નથી ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ફટાકડાનું વેચાણ કરનાર ઇસમો નિયમોનો ભંગ કરી રહ્યા છે ! સાથે સાથે કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતાં હોવા છતાં જવાબદાર અધિકારીઓ શા માટે કાયદાનો અમલ કરતા નથી ?આ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક હાથે તપાસના આદેશ આપી કાયદાનો અમલ કરાવે તો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહીં ?
અમદાવાદ શહેરમાં ફાયરના સાધનો રાખ્યા વિના ઠેર ઠેર કાર્યરત ફટાકડાની દુકાનો/ હાટડીઓની ફોટોગ્રાફી સાથેનો વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
ડ્રેનેજ લાઈનમાં ડી-સિલ્ટિંગની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ થવા છતાં ફક્ત નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર અધિકારી…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…