
પોલીસ અને ફાયર વિભાગની ઢીલી નીતિના કારણે…!


જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ.. તા. ૦૨-૧૧-૨૦૨૩
અમદાવાદ શહેરમાં ધડાકાભેર સળગી ઊઠે તથા ફટાકડા જેવા જલદ પદાર્થો માટે એક્સપ્લોઝિવ એક્ટ 1984 તથા એક્સપ્લોઝિવ રુલ્સ 1983 અન્વયે સંબંધિત કાર્યક્ષેત્રના જવાબદાર અધિકારીઓ પાસેથી પરવાના મેળવવાની તથા પરવાના તાજા કરવાની કાયદાકીય જોગવાઈ છે.

દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડે છે અરજીનો નિકાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મામલતદાર, સર્કલ ઓફિસર અને પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે.

અરજીની સાથે ચારિત્ર અંગેનો સ્થાનિક પોલીસ નો દાખલો, મહાનગરપાલિકા નું ના વાંધા પ્રમાણપત્ર, ધંધાકિય સ્થળના માલિકી અંગેના પુરાવા, શોપ એક્ટ નું લાયસન્સ અને આગ અકસ્માત સામે સાવચેતીના રાખેલ સાધનોની વિગતો સાથે ફોર્મ ભરી મંજૂરી મેળવવાની હોય છે.

અમદાવાદ શહેરમાં આવેલ લાલ ગેબી સર્કલ થી હીરાપુર ચોકડી જવાના જાહેર રોડ ઉપર ઠેર ઠેર ફટાકડાના વેચાણ અંગેના ગે.કા. તંબુઓ બાંધી આમ પ્રજાના જીવ સામે રમત રમી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝ ને માહિતી મળેલ હતી.

જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સ્થળ રિયાલિટી ચેક કરાતા આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે લાલ ગેબી સર્કલ થી હીરાપુર ચોકડી જવાના જાહેર રોડ ઉપરના દ્રશ્યો છે.
કહેવાય છે કે આ જાહેર રોડ ઉપર ગેરકાયદેસર તંબુઓ બાંધી ફટાકડા જેવા જલદ પદાર્થોના વેચાણ કરવા માટે તંત્રના જવાબદાર અધિકારીઓ પાસે સેટિંગ કરી ! કાર્યવાહી નહીં કરવા બાબતે મસમોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાની માહિતી મળેલ છે.

જેથી આ કાયદા વિરુદ્ધ ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તંત્ર દ્વારા તાકીદે બંધ કરાવી… જવાબદાર અધિકારીઓ સામે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…