Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડમાં ગે.કા. બાધકામ કરતા રાજકીય બિલ્ડરો ઉપર વોર્ડ ઇન્સ્પેક્ટર ના ચાર હાથ…! સ્થાનિક પ્રજા…

જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧-૧૧-૨૩

અમદાવાદ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના ખાડિયા વોર્ડમાં (૧) નાનશા જીવણની પોળ પાસે, સાંકડી શેરીના નાકે, માણેકચોક ખાતે (૨) હબીબની ગોલવાડમાં, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે ગેરકાયદે કોમર્શિયલ બાધકામ કાર્યરત હોવાની અને (૩) છગનલાલ શોપની બાજુમાં, બંસીલાલ પેંડાવાડા ની સામે, રંગાટી બજાર ખાતેના બાધકામમાં સિલ તોડી વપરાશ ચાલુ કરેલ હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.

મ્યુ.કમિશ્નર અને હાઇકોર્ટ ના આદેશ પછી પણ ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો અમલ ના કરે અને ડે.એસ્ટેટ ઓફિસર ખાતાકીય કાર્યવાહી હાથ ના ધરે તો સમજવું શું..?

ખાડિયા વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને અધિકારીઓની મજબૂત સાઠગાઠથી વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.

તેથી ઝોન ના ડે.મ્યું.કમિશ્નર દ્વારા કહેવાતા આ કાર્યરત ગે.કા. બાધકામો વિરુદ્ધ કાયદાનો અમલ કરી તાકીદે સીલ કરવાના આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…

ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…!


ખાડિયા વોર્ડમાં ગે.કા. બાધકામ કરતા રાજકીય બિલ્ડરો ઉપર વોર્ડ ઇન્સ્પેક્ટર ના ચાર હાથ…! સ્થાનિક પ્રજા…