Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મહેમદાવાદ મામલતદાર આરટીઆઈના કાયદાની ઐસી કી તેઇસી કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૂકપ્રેક્ષની ભૂમિકામાં…!

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

તા. ૩૦-૧૦-૨૦૨૩.. મહેમદાવાદ….

મહેમદાવાદ તાલુકામાં આવેલ આમસરણ ગામની આરટીઆઇ ઍક્ટ અંતર્ગત માહિતી માગતી અરજી કરવામાં આવેલ હતી. આ અરજીનો કાયદાકીય યોગ્ય અને સાચો ઉત્તર મહેમદાવાદના જાહેર માહિતી અધિકારી અને મામલતદાર દ્વારા આપવામાં આવેલ ન હતો.

તેથી અરજદાર દ્વારા પ્રથમ અપીલ ખેડા નાયબ કલેકટરને કરેલ હતી. પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર દ્વારા દિન ૧૦ માં માહિતી આપવા હુકમ કરેલ હતો. તેમ છતાં મહેમદાવાદ મામલતદાર અને જાહેર માહિતી અધિકારી દ્વારા નાયબ કલેકટર દ્વારા કરેલ હુકમનો અનાદર કરી અરજદારને દિન ૧૦માં માહિતી આપેલ ન હતી.

તેથી જાગૃત અરજદારે જાહેર માહિતી અધિકારીએ નાયબ કલેક્ટરના હુકમ નું પાલન કરેલ ન હોવાથી મહેમદાવાદ મામલતદારે ફરજ પ્રત્યે બેદરકારી દાખવેલ હોવાથી તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ કરેલ છે.

કહેવાય છે કે મહેમદાવાદના મામલતદાર અને જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારોને માહિતીનો યોગ્ય અને સાચો જવાબ આપવામાં આવતો નથી અને કાયદાનો ભંગ કરી અરજદારોને ગોળ ગોળ જવાબ આપતા નજરે પડી રહ્યા છે.

મહેમદાવાદ મામલતદાર અને જાહેર માહિતી અધિકારી દ્વારા કચેરીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ના જાય તે માટે માહિતી છુપાવી રહ્યા હોય તેવું નાયબ કલેક્ટરના હુકમ પછી પણ માહિતી આપતા ન હોવાથી તેઓની આ કાર્ય પ્રણાલી ઉપર થી સ્પષ્ટ સાબિત થાય છે…

માટે મહેમદાવાદ ખાતે આવેલ કચેરીમાં આરટીઆઇ ની આવેલ અરજીઓનો યોગ્ય નિકાલ જાહેર માહિતી અધિકારી દ્વારા કરવામાં આવે છે કે કેમ ? તે બાબતે ખેડા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…


મહેમદાવાદ મામલતદાર આરટીઆઈના કાયદાની ઐસી કી તેઇસી કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૂકપ્રેક્ષની ભૂમિકામાં…!