
જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
દરીયાપુર વિસ્તારની પ્રજાને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળે તે આજના સમયની માંગ…!
દરીયાપુર વિસ્તારમાં ફૂડ સેફટી એક્ટના નિયમોનો કડક અમલ કરવામાં આવે તે જરૂરી…!
દરીયાપુર વિસ્તારમાં ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરતા ફૂડ સેફટી ઓફિસર…!

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર લારી, ગલ્લા તથા કેબિનોમાં તેમજ મોટાભાગની દુકાનોમાં ફૂડ સેફટી એક્ટના નિયમોનું પાલન કર્યા વગર ખાદ્ય વાનગીઓ મન ફાવે તેવા ભાવો લઈ પીરસવામાં આવે છે.
જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે દરિયાપુર ચાર રસ્તા પાસે આવેલ ગાયત્રી ફરસાણ સેન્ટરમાં ફૂડ સેફટી એક્ટના નિયમોનો અમલ કરવામાં આવતો નથી. જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સ્થળ રિયાલિટી ચેક કરાતા ખરેખર ત્યાં કાયદાના નિયમોનું પાલન થતું ન હોવાથી તંત્રનું ધ્યાન દોરેલ હતું. જેના અનુસંધાને દરિયાપુર વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ ઉપર તપાસ હાથ ધરાતા ત્યાં ફૂડ સેફટી એક્ટના નિયમોનો અમલ થતો ન હોવાનું માલુમ પડતા આ એકમના માલિક પાસેથી ₹15,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ હતો.
અને જે ફાફડા ₹50 ના 100 ગ્રામ એટલે કે ₹500 કિલોના ફાફડા બનાવવામાં જે બેસન વપરાય છે તે બેસનનું અને ફાફડા તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તે તેલનું સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી, દરીયાપુર વોર્ડના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા પ્રજાના આરોગ્યને લઈને ખૂબ જ સારી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરીયાપુર વિસ્તારમાં ફૂડ સેફટી એક્ટ ના નિયમોનો ભંગ કરી પ્રજાના આરોગ્ય સાથે મોટાભાગના ખાદ્ય એકમોના માલિકો ગંભીર ચેડાં કરી રહ્યા હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ છે. જેથી આ નિયમોનો ભંગ કરતા એકમોનો પડદા ફાસ કરી, નિયમોનો ભંગ કરતા એકમો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાય તેવા અથાગ પ્રયત્નો જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા લેવાય તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…