જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
ગુજરાત સરકારે શરૂ કરેલ 60 દિવસના સ્વચ્છતાના અભિયાનમાં આગામી સમયમાં અમદાવાદ શહેરમાં કરવામાં આવનાર સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં વધારેમાં વધારે ભાગીદારી મળી રહે તેના ભાગરૂપે તા. ૧૮-૧૦-૨૦૨૩ ના રોજ મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી તેમજ નેતા શાસક પક્ષ ગૌરાંગભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ, એક્ટિવિસ્ટો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓની શહેર કક્ષાની મીટીંગ રાખવામાં આવેલ હતી.
આ મીટીંગમાં વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના 150 થી વધારે પ્રતિનિધિઓ હાજર રહેલ હતા. આ તમામ પ્રતિનિધિઓએ મેયરના આહવાન ઉપર તેઓના વોલેન્ટીયર્સ કાર્યકરો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવનાર આગામી તમામ સફાઈ ઝુંબેશ અભ્યાનોમાં મોટી સંખ્યામાં સક્રિય ભાગીદારી નોંધાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં સહકાર આપવા પ્રતિબધ્ધતા દર્શાવેલ હતી. જે અંગે મેયરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!