Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ મહાનગર પાલિકામાં સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી.

તા. ૯-૧૦-૨૩, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ.

સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી.

આ પ્રસંગે જાણીતા ઇતિહાસવિદ રીઝવાન કાદરી સાહેબે “દરિયાપુરના દરિયાદિલ” વિષય પર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ સરદાર સાહેબના સ્થળોને સાંકળતી સરદાર પટેલ હેરિટેજ વોક અ.મ્યુ.કો. કચેરીથી શરૂ કરવામાં આવી હતી.

જેનું સમાપન લોકમાન્ય ટિળક બાગ ખાતે થયેલ. આ ઉપરાંત સરદાર સાહેબ પર બનાવાયેલું પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માન. મેયર શ્રી પ્રતિભાબેન જૈન , ડે. મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષ નેતાશ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડકશ્રી શિતલબેન ડાગા, હેરીટેજ, રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટી ચેરમેનશ્રી રાજુભાઈ દવે, અ.મ્યુ.કો.ની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને ડે.ચેરમેનશ્રીઓ, અ.મ્યુ.કોના કાઉન્સિલરશ્રીઓ હાજર રહ્યા હતા.

શહેરીજનો અને હેરિટેજના ચાહકોએ પણ આ પ્રસંગે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


અમદાવાદ મહાનગર પાલિકામાં સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી.