Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!

જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ.. તા. ૨૨-૯-૨૩

ખાડિયા-૨ વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો કાયદાનો ભંગ કરી, હાલમાં ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ ચાલુ હોવાની માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ બાબતે ડે. એસ્ટેટ ઓફિસરને રજૂઆતો અને લેખિત ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં કાયદાનો અમલ ના થાય ત્યારે… જવાબદાર અધિકારીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જન સમૃદ્ધિ ન્યુઝને આરટીઆઇના કાયદાનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.

નાડાવાળી પોળના નાકે ટૂંક જ સમયમાં પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં અગાઉના હેરિટેજ વિભાગ દ્વારા શરતોનો ભંગ થયેલ હોવાથી નોટિસો તેમજ આ ઈમારતને સીલ મારેલ હતું, જે સીલ બિલ્ડર અને માલિક દ્વારા તોડી કાયદાનો ભંગ કરી બાંધકામ પરિપૂર્ણ કરી, હાલમાં વપરાશ ચાલુ કરેલ હોવાની માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આર. કે. તડવીની મુલાકાત લઈ રજૂઆત કરતા.. તેઓએ જણાવેલ કે આ હેરિટેજ ઇમારતને બી. યું. પરમિશન આપી દીધેલ છે. તેમાં કશું જ ખોટું થયેલ નથી !

તો પછી અગાઉ હેરિટેજ વિભાગે જે નોટિસો અને સીલ મારેલ…! તે શું નિયમ વિરુદ્ધ મારેલ હતું ?

જો આ ઈમારતમાં કાયદાનો ભંગ થયેલ ના હોય તો પછી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા કરેલ આરટીઆઇ નો મુદ્દાસર જવાબ તથા નકલો કયા કારણોથી અપાતી નથી ?નિયમ વિરુદ્ધના ગોળ ગોળ અને ગેરમાર્ગે દોરનારા જવાબો આપી, કયા કારણોથી માહિતી છુપાવી રહ્યા છે ? શું આ ઈમારતમાં લાખો રૂપિયાનો આચરેલ ભ્રષ્ટાચાર બહાર ના આવે માટે માહિતી છુપાવી રહ્યા છે ? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે મધ્ય ઝોનના ડી.વાય.એમ.સી. દ્વારા આ નાડાવાળી પોડના બાંધકામ બાબતે વિજિલન્સ તપાસના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

ખેર હવે એ જોવાનું રહ્યું કે આ બાંધકામ અને જવાબદાર અધિકારીઓની કાર્ય પ્રણાલી ઉપર કેવા પ્રકારની તપાસ કરવાના આદેશ ડી.વાય.એમ.સી. દ્વારા આપવામાં આવે છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!