જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૨-૦૯-૨૦૨૩
ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં જવાબદાર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કાયદાનો અમલ ના કરે ! અને ઉચ્ચ અધિકારીઓ હાથ ઉપર હાથ ધરી બેસી રહે તો સમજવું શું ?
આવું જ કંઈક ખાડિયા-૨ વોર્ડમાં, નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે હેરિટેજ ઇમારતને રીપેરીંગના ઓથા હેઠળ નિયમો અને શરતો વિરુદ્ધ કામગીરી કરવાથી હેરિટેજ વિભાગ દ્વારા નોટિસો અને સીલ મારેલ હતું. તેમ છતાં એન્જિનિયર અને માલિક દ્વારા કાયદાનો ભંગ કરી સીલ તોડી આ હેરિટેજ ઇમારતનો વપરાશ કમ્પ્લીશન સર્ટી મેળવ્યા વિના ચાલુ કરેલ હોવા બાબતે તંત્રનું વારંવાર ધ્યાન દોરેલ છે. તેમ છતાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તડવી આ નિયમ અને શરતોનો ભંગ કરેલ હેરિટેજ ઇમારતને કોના ઇશારાથી કાયદાનો અમલ કરતા નથી ? તેની વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તેવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!