Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના બુટલેગરોની જુગારમય પ્રવૃત્તિથી સ્થાનિક પ્રજા ત્રસ્ત ! પી.સી.બી. કુંભકર્ણની નિંદ્રામાં ?

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૮-૦૮-૨૦૨૩

શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં કુબેરપુરા ભીલવાસ, અસારવા બ્રિજ નીચે, કોમન સંડાસની બાજુમાં, લીલા કપડાની આડમાં મસમોટું જુગાર ધામ બુટલેગર રાણા અને ઘાંચી નામના ઇસમો દ્વારા.. નવ નિયુક્ત પોલીસ કમિશનર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર બંધ કરવાના આદેશ આપવા છતાં આ જુગારધામ ચલાવી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ હતી. જેથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૨૩, ૨૪ અને ૨૫-૮-૨૦૨૩ ના રોજ આ અસામાજિક બદીઓને કાયમી ધોરણે દૂર કરવા માટે સતત અહેવાલો પ્રસિદ્ધ કરી, ઉચ્ચ અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરેલ છે. તેમ છતાં કાયદાનો અમલ થતો ન હોય તો સમજવું શું ?

અમદાવાદ શહેરમાં પીસીબી અને એસ.એમ.સી. દ્વારા રેડ કરી અસામાજિક બદીઓને બંધ કરવાની સુંદર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કહેવાય છે કે આ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે કાર્યરત આ જુગારમય બદીઓને કારણે યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે સાથે બહેન દીકરીઓને ત્યાંથી પસાર થવું શરમજનક સ્થિતિ માં મૂકાવું પડતું હોવાથી.. સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે, તેમ છતાં જવાબદાર પોલીસ સ્ટેશન અને પીસીબી કયા કારણોથી આ જગ્યાએ કાયદાનો અમલ કરતા નથી, તેની પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

કહેવાય છે કે આ બુટલેગરોની ઊંચી રાજકીય વગ અને ઉચ્ચ રાજકીય નેતાના પી.એ. નું નામ વટાવીને આ ગોરખધંધા ચલાવી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે, ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર રાજકીય નેતાના પી.એ. આવી અસામાજિક બદીઓને બંધ ન કરાવવાની ભલામણ કરતા હશે ? તે એક વિચાર માંગી લે તેઓ જટિલ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે !

ખેર જે હોય તે પણ આ અસારવા બ્રિજ નીચે કાર્યરત મસમોટા જુગારધામને પોલીસ કમિશનર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપી. કાયમી ધોરણે આ બદીઓને બંધ કરાવી, યુવા ધન બરબાદીના પંથે ના ધકેલાય અને સ્થાનિક પ્રજા રાહતનો દમ અનુભવે તે આજના સમયની માંગ ઉઠવા પામી છે.


અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના બુટલેગરોની જુગારમય પ્રવૃત્તિથી સ્થાનિક પ્રજા ત્રસ્ત ! પી.સી.બી. કુંભકર્ણની નિંદ્રામાં ?