Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કાયદાનો અમલ ખરેખર થતો નથી હો… ? વાત સાચી…! જબરી પહોંચ ભાઈ… !!

જન સમૃદ્ધિ ન્યૂઝ
તા. ૨૫-૦૮-૨૦૨૩

મળેલી માહિતી મુજબ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ભીલવાસ, મંદિરની બાજુમાં, અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત થતી હોય તેવું મસમોટું જુગારધામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળેલ છે..!

આ જુગાર ધામમાં નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ ઘર ભેગી કરી, યુવાધન બરબાદી ના પંથે ધકેલાઈ રહ્યું હોવાથી.. આ જુગાર ધામને કાયમી ધોરણે બંધ કરાવવા માટે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૨૩-૦૮-૨૦૨૩ અને તા. ૨૪-૦૮-૨૦૨૩ ના રોજ અહેવાલ રૂપી ઉચ્ચ અધિકારી ઓનું ધ્યાન દોરેલ છે.

કહેવાય છે કે આ જુગાર ધામ ચાલુ રાખવા પાછળ અને આ જુગાર ધામ બંધ ના થાય તે માટે રાજકીય પીઠબળના આશીર્વાદ હોવાથી સ્થાનિક પોલીસને ફરિયાદો અને મેસેજો મળવા છતાં આ મસમોટા જુગારધામ ચલાવનાર બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરાતી ન હોવાનું પણ જાણવા મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? કારણ કે જવાબદાર તંત્રને માહિતગાર કરવા છતાં આ બદી કાયમી ધોરણે બંધ ન થાય અને કાયદાનો પણ અમલ ન થાય… ત્યારે જો ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરાય, તો મસ મોટો કાંડ પકડાય તેવું સ્થાનિક પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે.

કયા રાજકીય પીઠબળના છુપા આશીર્વાદ છે ! તેનો વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…


અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કાયદાનો અમલ ખરેખર થતો નથી હો… ? વાત સાચી…! જબરી પહોંચ ભાઈ… !!