જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૪-૦૮-૨૦૨૩
જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત થતી હોય તેવું મસ મોટું જુગારધામ ચલાવી રહ્યા છે..!
આ જુગાર ધામમાં નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ ઘરભેગી કરી, યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ જુગાર ધામને કાયમી ધોરણે બંધ કરાવવા માટે અહેવાલ રૂપી તારીખ ૨૩-૦૮-૨૩ ના રોજ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરેલ છે.
કહેવાય છે કે આ જુગાર ધામ ચાલુ રાખવા પાછળ અને આ જુગાર ધામ બંધ ના થાય તે માટે રાજકીય પીઠ બળ હોવાથી સ્થાનિક પોલીસ આ મસમોટા જુગાર ધામ ચલાવનાર બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરતી ન હોવાનું પણ જાણવા મળેલ છે.
ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પીસીબી વિભાગને આ મસ મોટા જુગારધામને બંધ કરાવવાના આદેશ આપે.. તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!