જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૩-૦૮-૨૦૨૩

ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પોતાના નિવાસ્થાને tv ઉપર નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતાભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જીએ જણાવ્યું હતું કે આ નવા ભારતનો જયઘોષ છે….!!! ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું હતું કે હું ઇસરોનાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે !
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…