Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અસારવા બ્રિજ નીચે રાણા નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કોના આશીર્વાદ ? જાગૃત નાગરિક…

જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૩-૦૮-૨૦૨૩

અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણુક થયા પછી મોટાભાગની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અમદાવાદની પ્રજા માટે ખુશીના સમાચાર હોઇ શકે..

પરંતુ જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ કે અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળ નો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા ખુબજ મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું છે..

આ જુગાર ધામમાં જુગાર ચલાવવા માટે નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ નીકળતી હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તેની તપાસ નવ નિયુક્ત પોલીસ કમિશ્નર મલેક દ્વારા આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…


અસારવા બ્રિજ નીચે રાણા નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કોના આશીર્વાદ ? જાગૃત નાગરિક…