વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…. તા. ૨૦-૦૮-૨૦૨૩
માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર, વિંઝોલ ખાતે આવેલ પવિત્ર અને ચમત્કારિક મેલડી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં આવનાર સેવકો પોતાના દુઃખ દૂર થાય અને પોતાનું જીવન શાંતિ અને સુખમય રીતે પસાર થાય તેવી શ્રદ્ધા સાથે આ ધામમાં આવતા હોય છે.
માં મેલડીના આ પવિત્ર ધામમાં આવનાર દુખીઓના દુઃખ.. માં મેલડી અને માં મેલડીના અતિપ્રિય પરમભક્ત શ્રી હરગોવનદાસ પ્રજાપતિ (દાસ બાપુ) કે જેઓ ભગવાનના ધામમાં જઈ ભગવાન શંકરની રજા લઈ. આ પવિત્ર ધામમાં દુખીઓના દુઃખ દૂર કરવા માટે “પીર” તરીકે બિરુદ મેળવી લોકોના દુઃખ દૂર કરતા નજરે પડી રહ્યા છે.
માં મેલડી ધામમાં વારંવાર બટુક ભોજન તરીકે ભોજન પીરસવામાં આવે છે. જેમાં પૂરી, શાક, દાળ, ભાત, ફૂલવડી, પાપડ અને એક મિષ્ટાન હોય છે. તેવી જ રીતે તારીખ ૧૯-૦૮-૨૦૨૩ના રોજ બટુક ભોજનનું સુંદર આયોજન હાથ ધરાયું હતું.
આ બટુક ભોજન રાખવા પાછળનું કારણ એ હતું કે આવનાર એક સેવકને ત્યાં વર્ષોથી પારણું બંધાતું ન હતું અને બીજા સેવકને ત્યાં પોતાના પુત્રોની ઉંમર થઈ ગયેલ હોવા છતાં કોઈ કન્યા મળતી ન હતી તે માટે માતાજી અને દાસ બાપુ સમક્ષ પોતાના દુઃખની વ્યથા રજૂ કરાતા….
માં મેલડી ધામ ખાતે આવેલ પવિત્ર ધામમાં બિરાજેલ “માં મેલડી” અને “દાસ બાપુ”ના આશીર્વાદથી એક સેવકને ત્યાં પારણું બંધાઈ ગયું અને બીજા સેવકને ત્યાં પોતાના બંને દીકરાના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ બાળકનો જન્મ થવાની ખુશીમાં આ બટુક ભોજનનો સુંદર કાર્યક્રમ રાખેલ હતો.
જેમાં લગભગ ૭૦૦ થી ૮૦૦ બટુકો અને ૨૫૦ થી ૩૦૦ સેવકોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો.
આમ આ રીતે માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર, વિઝોલ ખાતે આવેલ આ પવિત્ર ધામમાં અનેક દુઃખી લોકો તેઓના દુઃખ દૂર કરવા માતાજી અને દાસ બાપુના શરણમાં આવે છે અને માતાજી અને દાસબાપુ તેઓના દુઃખ દૂર કરી લોકોનું જીવન સુખમય કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ આ પવિત્ર ધામના પટાંગણમાં ચર્ચાઈ રહી હતી.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..