Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ રખિયાલના ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવનો થયેલો શુભારંભ : ટ્રસ્ટી જે. જે. રાવલ

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૭-૦૮-૨૦૨૩

ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખયાલ ના જાણીતા જય ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિત્તે સવારે મહા આરતી અને સવામણ દૂધનો અભિષેક તેમજ સવા લાખ બીલીપત્ર ચઢાવવામાં આવશે. તે દિવસે અખંડ ધૂન અને સોમવાર સાંજે 4:30 કલાકે બરફના મહાદેવના દર્શન ખુલ્લા મુકવામાં આવશે. શ્રાવણ માસના અમાસની રાત્રિના 12 કલાકે મહાપુજા પ્રારંભ થશે અને સવારે 04:00 વાગ્યે પૂરી થશે. આ સમય દરમિયાન દાદાને મણ દૂધનો અભિષેક કરવામાં આવશે.
શ્રાવણ માસના પર્વ નિમિત્તે દાદાના સાનિધ્યમાં પાંચ સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસે મેળો ભરાશે. આ ધાર્મિક દિવસ નિમિત્તે મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દર્શનાર્થે શ્રી મહાકાળી માતા, બળીયાદેવ, સાઈબાબા, હનુમાનજી અને ભાડેશ્વર દાદાના દર્શન થશે અને રાધા કૃષ્ણ ભગવાન, રામ દરબાર, કેવટ પ્રસંગ તેમજ બાર જ્યોતિર્લિંગ અને ઋષિકેશ દાદાના દર્શન થશે.
હરિભક્તોને દર્શન થાય એ હેતુથી આપણા વિસ્તારમાં જય ચકોડીયા મહાદેવમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે.
જય ચકુડીયા મહાદેવ દાલ રોટી સદાવ્રત ટ્રસ્ટ તરફથી કોઈપણ જાતના ભેદભાવ વગર સાધુ-સંતો તેમજ ગરીબોને દરરોજના સવાર સાંજ 1000 અભિયાગતો ભોજન લે છે. મહારાજશ્રી તેમજ તેમનો પરિવાર પ્રેમથી જમાડે છે. આ સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે. તેમાં લગભગ 150 ગાયો (ગૌમાતા) ની સેવા થાય છે આ સંસ્થા આકાશવૃતિ ઉપર ચાલે છે.
શ્રાવણ માસના પવિત્ર મહોત્સવમાં રક્ષાબંધનના દિવસે ઘીના શીવ પરિવારના દર્શન સવારથી ખુલ્લા મુકવામાં આવશે અને ગોકુળ અષ્ટમીના દિવસે કૃષ્ણ મહોત્સવ રાત્રે 12:00 વાગે થશે.


અમદાવાદ રખિયાલના ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવનો થયેલો શુભારંભ : ટ્રસ્ટી જે. જે. રાવલ