Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ મહાનગર પાલિકામાં ફોગિંગની કામગીરીમાં ચાલતી પોલમ પોલ..! કરોડોનો ધુમાડો છતાં ઝાડા ઉલટી અને ટાઈફોડના અનેક કેસો..

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૧૩-૦૮-૨૦૨૩

અમદાવાદ શહેરમાં એકતરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રીમોન્સૂનના નામે કરોડો રૂપીયાનુ ખર્ચ કરે છે પરંતુ સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઇ જવાથી ગંદકીના લીધે મચ્છરો સહીતની જીવાતોને ઉપદ્રવ વધી ગયો છે તેનાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની આશંકા સેવાઇ રહી છે. આ સાથે અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ને કારણે અમદાવાદ શહેરની જનતા બીમાર પડી રહી છે. લોકો ડેંગ્યુ, મેલેરીયા જેવી બીમારીથી પીડાઇ રહયા છે. અમદાવાદ શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પટીલમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ ૪૩૮૮ કેસ થયા, જોન્ડીસના ૯૭૧ કેસ થયા, ટાઇફોઇડના ૨૨૮૬ કેસ થયા, કોલેરાના ૨૪ કેસ થયા, સાદા મલેરીયાના ૩૮૪ કેસ થયા, ઝેરી મલેરીયાના ૨૧ કેસ થયા, ઢંગ્યુના ૪૬૪ કેસ થયા અને ચીકનગુનીયાના કુલ ૨૨ કેસ થયા.ઉપરોક્ત જણાવેલ રોગોના આંકડાઓ તા.૦૬.૦૮.૨૦૨૩ સુધી ના છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માટે કરોડો રૂપીયાનું બજેટ મલેરીયા વિભાગ અને હેલ્થ વિભાગને આપે છે છતાં પણ આ રોગો સતત વધી રહયા છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ને અટકાવવાનું કામ મ્યુનિ. કોર્પોરેશનનું છે જેને અટકાવવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન નીષ્ફળ રહી છે જે સાબીત કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રાજમાં અમદાવાદ શહેર સ્માર્ટ સીટી નહી પરંતુ બીમાર સીટી બન્યુ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બજેટમાં કલીન સીટી, ગ્રીન સીટી, ઝીરો વેસ્ટ સીટી અને પોલ્યુશન ફી સીટી તથા ડસ્ટ ફી સીટી બનાવવાની ધણા વર્ષોથી જાહેરાત તો થાય છે પરંતુ તે માત્ર કાગળ ઉપર રહેવા પામી છે.


અમદાવાદ મહાનગર પાલિકામાં ફોગિંગની કામગીરીમાં ચાલતી પોલમ પોલ..! કરોડોનો ધુમાડો છતાં ઝાડા ઉલટી અને ટાઈફોડના અનેક કેસો..