Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા… બાપુનગરના નિખાલસ ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહને મોમેન્ટો આપી સન્માનિત કર્યા…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૨-૦૮-૨૦૨૩

ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…
અમદાવાદ પૂર્વ બાપુનગરના ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ કે જેઓ એક નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ, સરળ સૌમ્ય અને નિખાલસ પ્રજાપ્રિય પોતાના વિસ્તારમાં સારી કામગીરી કરી, પ્રજાના હૃદયમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે પ્રશ્નોના ઉકેલ માટે સદાય તત્પર રહ્યા છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી સતત જનતાના પ્રશ્નોને ઉચ્ચ સ્તરે વાચા આપી સચોટ નિરાકરણ લાવ્યા છે.

દિનેશસિહ કુશવાહ કોર્પોરેટર તરીકે સુંદર કામગીરી કરતા તેઓની આ કાર્યપદ્ધતિને ધ્યાનમાં લઈને સરકાર તરફથી ધારાસભ્ય માટે ટિકિટ આપવામાં આવી અને તેમાં સારા મતોની સરસાઇથી વિજયી પણ બન્યા.

બાપુનગર વિધાનસભા મત વિસ્તારની મધ્યમ વર્ગની પ્રજાના જટિલમાં જટિલ પ્રશ્નો ના નિરાકરણ માટે ગ્રાઉન્ડ સ્તરે હકીકતથી વાકેફ થઇ, તેઓના સંપર્કમાં રહી, તેમની લાગણીઓને સમજી અને ઝડપી નિરાકરણ લાવવામાં અગ્રેસર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પોતાના મતવિસ્તારમાં યુવાનોમાં તેમની આગવી અને વિશિષ્ટ પ્રતિભાને કારણે આદર્શરૂપ સાબિત થતાં નજરે પડી રહ્યા છે.

આ તમામ હકીકતોને ધ્યાને લઇ તા. ૧૨-૦૮-૨૦૨૩ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સરસપુર ખાતે આવેલ ઓફિસે પત્રકાર એકતા પરિષદની ટીમ મુલાકાતે પહોંચતા જ તેઓ દ્વારા પત્રકારોને આવકારી, હર્ષની લાગણી અનુભવી હતી.

ત્યારબાદ પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ શ્રી હસમુખ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી ગૌતમભાઈ બારોટ દ્વારા ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુસ્વહને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા… બાપુનગરના નિખાલસ ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહને મોમેન્ટો આપી સન્માનિત કર્યા…