વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૧-૦૮-૧૦૨૩
મળેલી માહિતી મુજબ ખાડિયા ૦૨ વોર્ડમાં ઘાચીની પોળમાં, કાગડા શેરી ખાતે મકાન નં. ૧૩૮, સીટી સર્વે નં. ૨૦૮ માં એ.એમ.સી દ્વારા સીલ મારેલ હતું. મિલકતના માલિક દ્વારા કાયદાનો ભંગ કરી સીલ તોડી ગ્રાઉન્ડ ફ્લોર ની મિલકત ભાડે આપી રહ્યા છે, તેમ છતાં ખાડિયા ૦૨ વોર્ડ ઇન્સ્પેક્ટર ઉપેન્દ્ર ઠાકોર કાયદાનો અમલ ના કરી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ડે. એસ્ટેટ ઓફિસર તડવી કયા કારણોથી ઘાચીની પોળના મોટાભાગના ગે. કા. કોમર્શિયલ બાધકામો વિરુદ્ધ કાયદાનો અમલ કરતા નથી ! તેની વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ