Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

નાડાવાળી પોળના નાકે નિયમો વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતને સીલ મારી, કાયદાનો અમલ કરવા માટે ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ? જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યૂઝ.
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા….
તા. ૧૦-૦૮-૨૦૨૩

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર બાંધકામો અને મંજૂર થયેલ બાધકામોમાં શરતોનો ભંગ કરી ગે.કા. બાંધકામો પરિપૂર્ણ થયા પછી પણ કમ્પ્લીસન સર્ટી મેળવ્યા વિના જ કાર્યરત થઈ જાય છે.

ખાડિયા વિસ્તારના માલિકો – બિલ્ડરો – એન્જિનિયરો કાયદાનો ભંગ કરતા હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તડવી કાર્યવાહી હાથ ધરતા ન હોવાનું અને કાયદાનો યોગ્ય અમલ કરતા નથી તેમ છતાં ઉચ્ચ અધિકારી એવા ખાડિયા વોર્ડના આસી. મ્યુનિ. કમિશ્નર મિલન શાહ હાથ પર હાથ ધરી બેસી રહેતા હોય તેવો અહેસાસ સ્થાનિક જાગૃત પ્રજા કરી રહી છે.

નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે હેરિટેજના અને એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરોની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકાને કારણે મંજૂર થયેલ ઇમારતમાં શરતોનો ભંગ કરી.. કંપ્લીશન સર્ટી મેળવ્યું ન હોવા છતાં વપરાશ ચાલુ કરી.. કાયદાનો ભંગ થઈ રહ્યો છે તેમ છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા નજરે પડી રહ્યા છે. વધુમાં આ ઈમારતની ફાઈલ હેરિટેજ વિભાગમાંથી એસ્ટેટ વિભાગમાં મંગાવી હોવા છતાં કાર્યવાહી હાથ ધરતા ન હોવાનું જાણવા મળેલ છે,

મધ્ય જોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આ કાર્ય પ્રણાલી શંકા ઉપજાવે તેઓ અહેસાસ સ્થાનિક પ્રજા કરી રહી છે.

મળેલી માહિતી મુજબ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે હેરિટેજ વિભાગમાંથી ફાઈલ મંગાવે લગભગ દસ દિવસ થવા છતાં કાર્યવાહી હાથ ધરતા ન હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આજરોજ તારીખ ૧૦-૦૮-૨૦૨૩ના રોજ ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને રજૂઆત કરતા.. તેઓએ જણાવેલ કે આ ઈમારતમાં એટલું બધું કાંઈ ખોટું થયું નથી ? તમે જે રજૂઆત કરો છો તે પ્રમાણે !

હેરિટેજ મિલકતના માલિક અને બિલ્ડર દ્વારા રજા ચિઠ્ઠી મેળવી. રજા ચિઠ્ઠીમાં દર્શાવેલ શરતોનો ભંગ કરી… રીપેરીંગના ઓથા હેઠળ હેરિટેજ ઇમારતને જમીનદોસ્ત કરી.. આડા ઉભા ગડરો નાખી.. હાઈટમાં વધારો કરી.. હેરિટેજ વેલ્યુ જાળવી રાખેલ નથી તેમજ કમ્પ્લીસન સર્ટી પણ મેળવેલ નથી અને વપરાશ ચાલુ કરવા છતાં ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહ જણાવી રહ્યા છે કે આ હેરિટેજ ઇમારતમાં એટલું બધું ખોટું થયું નથી ?

નાડાવાળી પોળના નાકે આ હેરિટેજ ઇમારતમાં જો એટલું બધું ખોટું થયું ના હોય.. તો કેટલું ખોટું થયું છે ? તે જણાવવાની હિંમત પણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહ જણાવવા ખચકાટ અનુભવી રહ્યા હતા.

આ હેરિટેજ ઇમારતમાં કમ્પ્લીસન સર્ટી મેળવેલ નથી, તેમ છતાં ગેરકાયદેસર વપરાશ ચાલુ થયેલ છે. તે બાબતે કાર્યવાહી હાથ ધરવા માટે મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તડવીને વારંવાર ટેલીફોનિક ફરિયાદ કરવા છતાં કાયદાનો અમલ કરતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.

આમ ખાડિયા વિસ્તારમાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ફરજ પ્રત્યેની બેદરકારી ખુલ્લેઆમ જણાઈ રહી હોવાથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ અધિકારી – કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


નાડાવાળી પોળના નાકે નિયમો વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતને સીલ મારી, કાયદાનો અમલ કરવા માટે ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ? જાગૃત નાગરિકો…