મ્યુનિસિપલ કમિશનરની એસ.ઓ.પી. ની એસી કી તેસી કરતા ખાડિયા ૦૧ વોર્ડ ઇન્સ્પેક્ટર…!
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૧૦-૦૮-૨૦૨૩
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તારીખ ૨૮-૦૨-૨૦૨૩ ના રોજ નગર વિકાસ અને એસ્ટેટ ખાતાના સ્ટાફને બિન પરવાનગીના બાંધકામો સંદર્ભે એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડમાં કાર્યરત બિન પરવાનગીના કાર્યરત બાંધકામો બાબતે ખરાઈ કરવા માટે ખાડિયા-૦૧ વોર્ડમાં મહાવીર કોમ્પ્લેક્સ, કંદોઈની ખડકી ખાતે કાર્યરત બાંધકામની અને લોખંડવાલા બિલ્ડીંગની બાજુમાં, બિસ્કીટ ગલી ખાતેના કાર્યરત બાંધકામોની સંપૂર્ણ સરનામા અને ફોટોગ્રાફી સાથે આસિસ્ટન્ટ ટીડીઓ અને વોર્ડ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરેલ હતી.
આ ફરિયાદ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પી. મુજબ બિનઅધિકૃત બાંધકામો વિરુદ્ધ તાકીદે કાર્યવાહી હાથ ધરી, સીલ કરી, તેને દૂર કરવાના આદેશનું પાલન થાય છે કે કેમ ? તેની ખરાઈ કરવા માટે જનસમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા-૦૧ વોર્ડમાં તારીખ ૦૭-૦૭-૨૦૨૩ ના રોજ આરટીઆઇની અરજી કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કહેવાય છે કે ખાડીયા-૦૧ વોર્ડમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો શરૂ થઈ… પરિપૂર્ણ થઈ… વપરાશ ચાલુ થવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર ફક્ત નોટિસો આપી.. આ નોટિસોના ઓથા હેઠળ ભ્રષ્ટાચાર આચરી.. કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ એકબીજાના મેળાપીપણામાં રહી ખાતાકીય કાર્યવાહી હાથ ધરતા ન હોવાનું જાણવા મળેલ છે.
ખાડીયા-૦૧ વોર્ડ ઇન્સ્પેક્ટર અને જાહેર માહિતી અધિકારીને કાર્યરત ગેરકાયદેસર બાંધકામોના સંપૂર્ણ સરનામા અને ફોટોગ્રાફ સાથે ફરિયાદ કરવા છતાં માહિતીના જવાબમાં જણાવે છે કે ચોક્કસ ગામતળ, સીટી સર્વે નંબર જણાવેલ નથી તેથી માહિતી પૂરી પાડી શકાય તેમ નથી !
ખાડીયા-૦૧ વોર્ડમાં કાર્યરત ગેરકાયદેસર બાંધકામોનો પડદાફાસ ના થાય અને આચરેલ ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય તે માટે વોર્ડ ઇન્સ્પેક્ટરો આરટીઆઇના કાયદાને પણ ઘોળી ને પી જાય છે અને મનફાવે તેવા ઉડાઉ જવાબ આપતા નજરે પડી રહ્યા છે, ત્યારે આવા કાયદાથી અજ્ઞાન અથવા તો કાયદો જાણતા હોવા છતાં જાણી જોઈને કાયદાથી અજ્ઞાન હોવાનો ડોળ કરતાં ખાડિયા-૦૧ વોર્ડ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તડવી દ્વારા ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના આદેશ ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહ દ્વારા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ