અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની એસ.ઓ.પી.ની એસી કી તેસી કરતા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર..!
જન સમૃદ્ધિ ન્યૂઝ.
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા….
તા. ૦૧-૦૮-૨૦૨૩
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર બાંધકામો અને મંજૂર થયેલ શરતોનો ભંગ કરેલા બાંધકામો પરિપૂર્ણ થયા પછી કમ્પ્લીસન સર્ટી મેળવ્યા વિના કાર્યરત થઈ, માલિકો – બિલ્ડરો – એન્જિનિયરોએ કાયદાનો ભંગ કરેલ હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કાર્યવાહી હાથ ના ધરી, કાયદાનો અમલ ના કરે અને ઉચ્ચ અધિકારીઓ હાથ પર હાથ ધરી બેસી રહે તેવો ઘાટ ખાડિયા વોર્ડમાં કાર્યરત હોવાનો અહેસાસ સ્થાનિક જાગૃત પ્રજા કરી રહી છે.
નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે હેરિટેજના અને એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરોની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકાને કારણે મંજૂર થયેલ ઇમારતમાં શરતોનો ભંગ કરી.. કંપ્લીશન સર્ટી મેળવ્યું ન હોવા છતાં વપરાશ ચાલુ કરી.. કાયદાનો ભંગ થયેલ હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ ઈમારતની ફાઈલ હેરિટેજ વિભાગમાંથી એસ્ટેટ વિભાગમાં મંગાવી છે, ફાઈલ આવે એટલે કાર્યવાહી હાથ ધરીશું. આ ફાઈલ મંગાવવાની કાર્યવાહી લગભગ એક અઠવાડિયાથી થઈ રહી છે પરંતુ હજુ સુધી હેરિટેજ વિભાગમાંથી એસ્ટેટ વિભાગમાં ફાઈલ આવી ન હોવાથી કાયદાનો અમલ થઈ શકતો ન હોવાનું રટણ જવાબદાર અધિકારીઓ કરી રહ્યા છે, ત્યારે જવાબદાર ઉચ્ચ અધિકારીની આ કાર્ય પ્રણાલી શંકા ઉપજાવે તેઓ અહેસાસ સ્થાનિક પ્રજા કરી રહી છે.
ત્યારે સવાલ એ થાય છે કે આવી નિયમો વિરુદ્ધની અને ગેરકાયદેસર ઇમારતોની ફાઈલો કયા કારણોથી એક ખાતામાંથી બીજા ખાતાની ફાઈલો મેળવવા માટે સમયનો વ્યય થઈ રહ્યો છે ? મીનીટો ની ગણતરી માં એક ખાતામાંથી બીજા ખાતાની ફાઈલ આવી શકે તેમ હોવા છતાં ! કયા કારણોથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હેરિટેજ વિભાગમાંથી ફાઈલ મંગાવવાનું રટણ કરી રહ્યા છે ! તેની તપાસના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે..
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..