Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

નાડાવાળી પોળના નાકે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાયકી ! જાગૃત નાગરિકો..

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડમાં નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે મંજુર થયેલ હેરિટેજ ઇમારતના રીપેરીંગ કામમાં નિયમો તેમજ શરતોનો ભંગ થયેલ હોવાથી તંત્ર દ્વારા નોટીસો તેમજ સીલ મારી કામગીરી બંધ કરાવી હતી, તેમ છતાં મિલકતના માલિક દ્વારા કાયદાનો ભંગ કરી આ મિલકત હાલમાં પરિપૂર્ણ થઈ વપરાશ ચાલુ કરેલ હોવા બાબતના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા.

કહેવાય છે કે આ ઈમારતને ફરીથી સીલ નહીં મારવા અને વપરાશ ચાલુ કરવા દેવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી, તંત્રમાં વારંવારની રજૂઆતો ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને કરવા છતાં કયા કારણોથી આ મિલકતને સીલ મારી, ગેરકાયદેસર વપરાશ બંધ કરાવવામાં આવતો નથી ? તેની તપાસ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે !

ખાડિયા વિસ્તારમાં લાખોની ખાયકીથી ટૂંક જ સમયમાં પરિપૂર્ણ થયેલ ગેરકાયદેસર મસ મોટી ઇમારતોનો ફોટોગ્રાફી સાથે વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


નાડાવાળી પોળના નાકે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાયકી ! જાગૃત નાગરિકો..